૧૩ વર્ષની ઉંમરે મમ્મી-પપ્પા માટે ઘર ખરીદવાની ઇચ્છા સાથે બ્લૅન્ક ચેક લખ્યો હતો સ્મૃતિ માન્ધનાએ

14 September, 2026 08:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્મૃતિ માન્ધનાએ પૉડકાસ્ટમાં જણાવ્યું કે 13 વર્ષની ઉંમરે મમ્મી-પપ્પા માટે ઘર ખરીદવાનું સપનું જોઈ તેણે મૅનિફેસ્ટેશનના ભાગરૂપે બ્લૅન્ક ચેક લખ્યો હતો. ક્રિકેટને કારણે 18 વર્ષની ઉંમરે તેણે પરિવાર માટે ઘર ખરીદ્યું.

પપ્પા-મમ્મી સાથે સ્મૃતિ માન્ધના.

ભારતીય મહિલા ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ હાલમાં એક પૉડકાસ્ટમાં રસપ્રદ ખુલાસો કર્યો છે. વિમેન્સ ઇન્ટરનૅશનલની હાઇએસ્ટ રન-સ્કોરર ૩૦ વર્ષની સ્મૃતિ માન્ધનાએ મમ્મી-પપ્પા સાથે જોડાયેલી લાગણી વિશે વાત કરી હતી. 
સ્મૃતિ માન્ધનાએ કહ્યું કે ‘૧૩ વર્ષની ઉંમરે હું જ્યારે મમ્મી-પપ્પા માટે ઘર ખરીદવાનું સપનું જોઈ રહી હતી ત્યારે મેં પોતાની મૅનિફેસ્ટેશન પ્રક્રિયાના ભાગરૂપે એક કોરો ચેક લખ્યો હતો. એ સમયે મારો પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. ક્રિકેટને કારણે મેં ૧૮ વર્ષની ઉંમરે ઘર ખરીદ્યું હતું.’ સ્મૃતિ માન્ધનાએ વધુમાં કહ્યું કે ‘મેં મારી મમ્મીને ખૂબ સખત મહેનત કરતાં જોઈ છે. તેના કારણે જ હું આજે ભારતીય ટીમમાં પહોંચી શકી છું. તેના બલિદાનનો માપદંડ મને ખૂબ પછીથી જ સમજાયો હતો. દરેક મૅચ પહેલાં હું મમ્મી-પપ્પા સાથે બે મિનિટ ફોન પર વાત કરું છું. ક્યારેક ફોન કરતાં ચૂકી ગઈ હોઉં એવું યાદ નથી.’

smriti mandhana indian womens cricket team team india cricket news sports news sports