શું ૧૮ મેએ ધોની કરશે IPLને અલવિદા?

07 May, 2026 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સીઝનની ઘરઆંગણે છેલ્લી લીગ મૅચમાં ચાહકોનું થઈ શકે છે હાર્ટ-બ્રેક

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોનીની IPLની આ છેલ્લી સીઝન છે એવી ચર્ચાઓ છેલ્લાં બે વર્ષથી સાંભળવા મળતી રહી છે. જોકે આ સીઝનમાં તો ધોની હજુ સુધી એક પણ મૅચ રમવા મેદાનમાં નથી ઉતયોર઼્ અને તેની ઈજાઓ અંગેની અપડેટને લીધે હવે આ ખેલાડી તરીકે તેની આ છેલ્લી સીઝન છે એ ઑલમોસ્ટ પાકું લાગી રહ્યું છે અને કદાચ ટૂંક સમયમાં જ એની ઑફિશિયલ જાહેરાત પણ થઈ શકે છે. સોશ્યલ મીડિયામાં પણ ધોની ૧૮ મેએ IPLને અલવિદા કરશે એવી ચર્ચાઓ જોર પકડી રહી છે. આ ૧૮ મે એટલા માટે કે ધોનીએ થોડોક સમય પહેલાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેની છેલ્લી IPL મૅચ ચેન્નઈના જ મેદાનમાં હશે અને આ સીઝનની ચેન્નઈની છેલ્લી લીગ મૅચ ૧૮ મેએ ચેન્નઈમાં છે.

mahendra singh dhoni ms dhoni chennai super kings sports news sports