વૈભવ સૂર્યવંશીને T20 ટીમમાં તરત સિલેક્ટ કરો, પણ ટેસ્ટ-ક્રિકેટ માટે તે હજુ તૈયાર નથી

28 May, 2026 02:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સિલેક્ટરોને આવી સલાહ આપી ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ

સૌરવ ગાંગુલી

૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીના IPLને ગજબના પર્ફોર્મન્સને લીધે ક્રિકેટપંડિતો તેને તરત ભારતીય ટીમમાં સમાવેશ કરવાની માગણી કરી રહ્યા છે. આ બાબતે એક ઇન્ટરવ્યુમાં ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ મત વ્યક્ત કર્યો હતો કે તેને T20 ટીમમાં સિલેક્ટ કરવો જોઈએ પણ ટેસ્ટ-ટીમ માટે હજુ વાર છે. સૂર્યવંશીના ભારતીય ટીમમાં સમાવેશ અંગે ગાંગુલીએ કહ્યું હતું કે ‘T20 ટીમમાં તેને તરત સિલેક્ટ કરવો જોઈએ, પણ ટેસ્ટ-ક્રિકેટમાં હમણા નહીં. ટેસ્ટ-ટીમમાં પ્રવેશ માટે તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં હજુ વધુ રન બનાવવા પડશે. જોકે તે ખૂબ જ ટૅલન્ટેડ ખેલાડી છે. દુનિયાના કોઈ પણ બોલર સામે ૧૫ વર્ષના છોકરાને રમતો જોવો ખૂબ જ અદ્ભુત છે. તે ભારતનું ભવિષ્ય છે.’

vaibhav sooryavanshi IPL 2026 sourav ganguly cricket news sports news sports rajasthan royals t20 international