કિવી મહિલાઓ જીતી પણ પુરુષો સાઉથ આફ્રિકા સામે હાર્યા

26 March, 2026 03:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નિર્ણાયક મૅચમાં ૩૩ રનથી હાર્યા, T20 વર્લ્ડ કપની હાર બાદ બ્લૅક કૅપ ટીમને મળી વધુ એક નિરાશા

૧-૨થી પાછળ પડ્યા બાદ કેશવ મહારાજના નેતૃત્વમાં સાઉથ આફ્રિકાએ કમબૅક કરીને સિરીઝ ૩-૨થી જીતી લીધી હતી.

સાઉથ આફ્રિકા-ન્યુ ઝીલૅન્ડ વિમેન્સ અને મેન્સ ટીમ વચ્ચેની દુર્લભ ડબલ હેડર T20 સિરીઝમાં મહિલાઓમાં કિવી અને પુરુષોમાં સાઉથ આફ્રિકન ટીમ વિજેતા બની હતી. કિવી મહિલાઓએ સવારે પાંચમી અને છેલ્લી મૅચ જીતીને સિરીઝ ૪-૧થી જીતી લીધી હતી, પણ કિવી પુરુષની ટીમ એવી કમાલ નહોતી કરી શકી અને છેલ્લી નિર્ણાયક મૅચમાં ૩૩ રનથી હારીને સિરીઝ ૨-૩થી ગુમાવી દીધી હતી.

કિવી મહિલાઓએ સાઉથ આફ્રિકન મહિલાઓ સામે ૪-૧થી સિરીઝ જીતી લીધી હતી.

થોડા દિવસ પહેલાં અમદાવાદમાં ભારત સામે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં હાર બાદ ન્યુ ઝીલૅન્ડ પુરુષ ટીમને આ જ મહિનામાં નિર્ણાયક જંગમાં વધુ એક નિષ્ફળતા જોવા પડી હતી. ૨-૨થી સિરીઝમાં બરાબરી બાદ ગઈ કાલે પ્રથમ બૅટિંગ કરતાં સાઉથ આફ્રિકાએ વિકેટકીપર-બૅટર કૉનર એસ્ટરહુઇઝના ૩૩ બૉલમાં ૭૫ રનની તુફાની ઇનિંગ્સને જોરે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૮૭ રન બનાવ્યા હતા. ન્યુ ઝીલૅન્ડ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૫૪ રન જ બનાવી શક્યું હતું.

cricket news sports news sports new zealand south africa