21 October, 2026 12:25 PM IST | South Africa | Gujarati Mid-day Correspondent
સાઉથ આફ્રિકન કૅપ્ટન ટેમ્બા બવુમાએ ૩૩૪ બૉલમાં ૧૮ ફોર, ૧ સિક્સના આધારે ૧૭૯ રન ઝૂડ્યા હતા
બીજી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે સાઉથ આફ્રિકાએ કાંગારૂઓ સામે ૪૨૨ રનની શાનદાર લીડ જાળવી રાખી હતી. પહેલી ઇનિંગ્સ સાઉથ આફ્રિકાએ ૧૨૭.૧ ઓવરમાં ૪૨૫-૯ના સ્કોર પર ડિક્લેર કરી હતી. જવાબમાં દિવસના અંતે ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સમાં ૪ ઓવરમાં એક વિકેટે ૩ રન કર્યા હતા.
પાંચમા ક્રમે રમી રહેલા ટેમ્બા બવુમાએ ૩૩૪ બૉલમાં ૧૮ ફોર, ૧ સિક્સના આધારે ૧૭૯ રન ફટકાર્યા હતા. નવમા ક્રમે બૅટિંગ કરીને માર્કો યાન્સેને ૧૦૦ બૉલમાં ૯ ફોર, ૩ સિક્સના આધારે ૮૫ રન કર્યા હતા. દસમા ક્રમે રમીને સાઇમન હાર્મરે ૧૫૭ બૉલમાં ૧૦ ફોર, ૧ સિક્સ ફટકારીને ૮૨ રન કર્યા હતા. ફાસ્ટ બોલર્સ સ્કૉટ બોલૅન્ડને પાંચ વિકેટ અને મિચલ સ્ટાર્કને ૩ વિકેટ મળી હતી.