14 October, 2026 10:49 AM IST | Durban | Gujarati Mid-day Correspondent
પ્લેયર ઑફ ધ મૅચ મૅટ રેનશૉ સાથે કૅપ્ટન પૅટ કમિન્સ, તેણે ટોટલ ૨૭૨ રન કરીને બે વિકેટ પણ લીધી.
૪૨૧ રનના ટાર્ગેટ સામે ૬ રનની અંદર અંતિમ ૪ વિકેટ ગુમાવીને ૨૦૬ રનમાં ઑલઆઉટ થઈ યજમાન ટીમ, ડરબનમાં કાંગારૂઓની સતત ચોથી જીત
ડરબન ટેસ્ટ-મૅચમાં ૨૧૪ રનની જીત સાથે યજમાન સાઉથ આફ્રિકા સામે ત્રણ મૅચની સિરીઝમાં ઑસ્ટ્રેલિયાએ ૧-૦થી લીડ મેળવી છે. નવેમ્બર ૨૦૨૪ પછી સતત ૪ ટેસ્ટ-જીત પછી સાઉથ આફ્રિકાને ઘરઆંગણે પહેલી હાર મળી છે. ઑસ્ટ્રેલિયાની ડરબનમાં ૨૦૦૬થી આ સતત ચોથી ટેસ્ટ-જીત પણ છે.
ઑસ્ટ્રેલિયાએ ૩૯૦-૧૦ અને ૩૧૪-૬ની ઇનિંગ્સ રમીને ૪૨૧ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૮૪-૧૦નો સ્કોર કરનાર સાઉથ આફ્રિકા પાંચમા દિવસે બીજી ઇનિંગ્સમાં ૮૬.૫ ઓવરમાં ૨૦૬ રન કરીને ઑલઆઉટ થયું હતું.
પાંચમા દિવસે સાઉથ આફ્રિકાએ ૭૪મી ઓવરમાં ૧૬૬-૬ના સ્કોર સાથે બીજી ઇનિંગ્સ આગળ વધારી હતી. ઓપનર એઇડન માર્કરમે ૨૩૭ બૉલમાં ૭૫ રન કરીને લડાયક ઇનિંગ્સ રમી હતી. માર્કો યાન્સેને ૫૪ બૉલમાં ૩૫ રનનું યોગદાન આપ્યું હતું. કાંગારૂઓએ અંતિમ ૪ વિકેટ ૬ રનની અંદર લીધી હતી. ફાસ્ટ બોલર જૉશ હેઝલવુડને ૬ વિકેટ અને સ્પિનર મૅટ રેનશૉને બે વિકેટ મળી હતી.
|
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૫-૨૦૨૭માં કોણ કેટલા પાણીમાં? |
||||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
ડ્રૉ |
પૉઇન્ટ |
ટકાવારી |
|
ઑસ્ટ્રેલિયા |
૧૧ |
૯ |
૨ |
૦ |
૧૦૮ |
૮૧.૮૨ |
|
ન્યુ ઝીલૅન્ડ |
૬ |
૪ |
૧ |
૧ |
૫૨ |
૭૨.૨૨ |
|
સાઉથ આફ્રિકા |
૫ |
૩ |
૨ |
૦ |
૩૬ |
૬૦.૦૦ |
|
બંગલાદેશ |
૬ |
3 |
૨ |
૧ |
૪૦ |
૫૫.૫૬ |
|
ભારત |
૧૧ |
૫ |
૪ |
૨ |
૬૮ |
૫૧.૫૨ |
|
ઇંગ્લૅન્ડ |
૧૬ |
૭ |
૮ |
૧ |
૭૪ |
૩૮.૫૪ |
|
શ્રીલંકા |
૬ |
૧ |
૨ |
3 |
૨૪ |
૩૩.૩૩ |
|
વેસ્ટ ઇન્ડીઝ |
૧૨ |
૨ |
૮ |
૨ |
૩૦ |
૨૦.૮૩ |
|
પાકિસ્તાન |
૯ |
૨ |
૭ |
૦ |
૫ |
૪.૬૩ |