મહારાજ કી જય હો : બંગલાદેશ ૫૩માં આઉટ

05 April, 2022 01:37 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેશવ મહારાજે લીધી ૭ વિકેટઃ બે સ્પિનરોએ ૧૯ ઓવરમાં બંગલાદેશનો ખેલ કર્યોં ખતમ

કેશવ મહારાજ ગઈ કાલે મહમુદુલ હસન જૉયની વિકેટ લેતાં જ સાથીખેલાડી લિઝાદ વિલિયમ્સ પર ટિંગાઈ ગયો હતો. (તસવીર : એ.એફ.પી.)

ડર્બનમાં ગઈ કાલે સાઉથ આફ્રિકાએ પહેલી ટેસ્ટમાં આખરી દિને જીતવા માટે આપેલા ૨૭૪ રનના લક્ષ્યાંક સામે બંગલાદેશની ટીમ ૫૩ રનમાં આઉટ થઈ જતાં સાઉથ આફ્રિકાનો ૨૨૦ રનથી વિજય થયો હતો. મૅન ઑફ ધ મૅચ બનેલા લેફ્ટ-આર્મ સ્પિનર કેશવ મહારાજે ૩૨ રનમાં ૭ અને રાઇટ-આર્મ ઑફબ્રેક સ્પિનર સાયમન હાર્મરે ૨૧ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. બંગલાદેશનો દાવ ૧૯ ઓવરમાં સમેટાઈ ગયો હતો અને એ તમામ ૧૯ ઓવર બન્ને સ્પિનરોએ કરી હતી. ચાર બૅટર્સ ઝીરોમાં આઉટ થયા હતા. ૫૩ રન બંગલાદેશનો ૪૩ રન પછીનો સેકન્ડ-લોએસ્ટ સ્કોર છે.

૨૦૧૮માં વેસ્ટ ઇન્ડીઝ સામે બનેલા ૪૩ રન લોએસ્ટ છે. આફ્રિકાએ પ્રથમ દાવમાં ૩૬૭ અને બંગલાદેશે ૨૯૮ રન બનાવ્યા હતા. સેકન્ડ ઇનિંગ્સમાં આફ્રિકાનો સ્કોર ૨૦૪ રન હતો.

0
સાઉથ આફ્રિકાના પેસ બોલર્સે હરીફ ટીમના બીજા દાવમાં એકેય બૉલ ન ફેંકવો પડ્યો હોય એવું આ પહેલાં આટલામી વાર બન્યું.

sports sports news cricket news south africa bangladesh