24 November, 2026 01:16 PM IST | Centurion | Gujarati Mid-day Correspondent
૭૩ રનના સ્કોર પર પહેલી પાંચ વિકેટ ગુમાવનાર બંગલાદેશે અંતિમ પાંચ વિકેટ માત્ર ૬ રનની અંદર ગુમાવી હતી.
સેન્ચુરિયનમાં આયોજિત બીજી ટેસ્ટ-મૅચમાં બંગલાદેશે ખરાબ શરૂઆત કરી હતી. વરસાદને કારણે મૅચનું પહેલા દિવસનું પહેલું સેશન ધોવાઈ ગયું હતું. ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરનાર સાઉથ આફ્રિકાએ એઇડન માર્કરમની આગેવાનીમાં બંગલાદેશી ટીમને પહેલી ઇનિંગ્સમાં ૩૩.૩ ઓવરમાં માત્ર ૯૧ રનમાં ઑલઆઉટ કરી હતી.
૭૩ રનના સ્કોર પર પહેલી પાંચ વિકેટ ગુમાવનાર બંગલાદેશે અંતિમ પાંચ વિકેટ માત્ર ૬ રનની અંદર ગુમાવી હતી. ઓપનર મહફિઝુલ ઇસ્લામે ટીમ માટે સૌથી વધુ ૪૦ બૉલમાં ૨૩ રન કર્યા હતા. યંગ ફાસ્ટ બોલર્સ કૅગિસો રબાડા અને માર્કો યાન્સેને ૩-૩ વિકેટ લીધી હતી. અનુભવી ફાસ્ટ બોલર ઍન્રિક નૉર્ખિયાને બે વિકેટ મળી હતી.