28 April, 2026 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હરમનપ્રીત કૌર
ગઈ કાલે સાઉથ આફ્રિકાની મહિલા ટીમે ભારત સામે પાંચમી મૅચ ૨૩ રને જીતીને ભારત સામે ૪-૧ થી T20 સિરીઝ જીતી હતી. યજમાન ટીમે કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટના ૯૨ રનના આધારે ૧૫૫-૬નો સ્કોર કર્યો હતો. જવાબમાં ભારતીય ટીમ ભારતી ફૂલમાલીના ૩૦ બૉલમાં ૪૦ રનના આધારે ૮ વિકેટે ૧૩૨ રન કરીને હારી હતી.
પાંચ મૅચની સિરીઝની શરૂઆતની ત્રણ મૅચમાં સાઉથ આફ્રિકાએ ૧૪૮ રન, ૧૫૮ રન અને ૧૯૩ રનનો ટાર્ગેટ ચેઝ કરીને હૅટ-ટ્રિક જીત મેળવી હતી. ચોથી મૅચમાં ભારત ૧૮૬ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરીને ૧૪ રને જીત્યું હતું. હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની ૨૮ મેથી બે જૂન દરમ્યાન ઇંગ્લૅન્ડમાં ત્રણ મૅચની સિરીઝ રમવા જશે. જૂન-જુલાઈમાં ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સમાં આયોજિત વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ભારતીય ટીમની આ અંતિમ સિરીઝ બનશે.