વન-ડે વર્લ્ડ કપના યજમાનો વચ્ચે રમાશે T20 ત્રિકોણીય સિરીઝ

08 August, 2026 03:18 PM IST  |  Zimbabwe | Gujarati Mid-day Correspondent

વન-ડે વર્લ્ડ કપ 2027ના ત્રણ યજમાન દેશો સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા ૨૮ ઑગસ્ટથી ૬ સપ્ટેમ્બર દરમ્યાન T20 ત્રિકોણીય સિરીઝ રમશે. આ ત્રિકોણીય સિરીઝ બાદ સાઉથ આફ્રિકા સામેની ત્રણ વન-ડે મૅચની સિરીઝની પણ યજમાની ૯ સપ્ટેમ્બરથી નામિબિયા કરશે. 

વન-ડે વર્લ્ડ કપના યજમાનો વચ્ચે રમાશે T20 ત્રિકોણીય સિરીઝ

વન-ડે વર્લ્ડ કપ 2027ના ત્રણ યજમાન દેશો સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા ૨૮ ઑગસ્ટથી ૬ સપ્ટેમ્બર દરમ્યાન T20 ત્રિકોણીય સિરીઝ રમશે. આ ત્રિકોણીય સિરીઝ બાદ સાઉથ આફ્રિકા સામેની ત્રણ વન-ડે મૅચની સિરીઝની પણ યજમાની ૯ સપ્ટેમ્બરથી નામિબિયા કરશે. 
આ ત્રિકોણીય સિરીઝ ૨૦૨૭માં પ્રથમ આફ્રિકા કપ માટેનો પાયો નાખશે. આ સ્પર્ધાનો હેતુ વધુ આફ્રિકન રાષ્ટ્રોને ઉચ્ચતમ સ્તરે રમવાની તક પૂરી પાડવાનો છે. ત્રિકોણીય સિરીઝમાંથી મળેલો તમામ નફો આફ્રિકા ખંડમાં રમતને પ્રોત્સાહન આપવા માટે આફ્રિકા ક્રિકેટ અસોસિએશનને દાનમાં આપવામાં આવશે.

south africa namibia zimbabwe cricket news sports news sports