ફુટબૉલમાં વિશ્વવિજેતા બન્યા બાદ હવે ક્રિકેટમાં પણ સ્પેનની નવાઈભરી કમાલ

16 August, 2026 02:33 PM IST  |  Madrid | Gujarati Mid-day Correspondent

સતત ૨૧ ઇન્ટરનૅશનલ જીત સાથે તોડ્યો ઑસ્ટ્રેલિયાનો વર્લ્ડ રેકૉર્ડ

ફુટબૉલમાં વિશ્વવિજેતા બન્યા બાદ હવે ક્રિકેટમાં પણ સ્પેનની નવાઈભરી કમાલ

તાજેતરમાં પૂરા થયેલા ફુટબૉલ વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને હરાવીને વર્લ્ડ ચૅમ્પિયન બનનાર સ્પેને વધુ એક રમતમાં વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાનો વર્લ્ડ રેકૉર્ડ તોડીને બધાને ચોંકાવી દીધા છે. ક્રિકેટમાં સ્પેનની ટીમ છે એવું બહુ ઓછા લોકોને ખબર હશે ત્યારે એમાં એણે સતત ૨૧ મૅચ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ૨૦૨૮ના T20 વર્લ્ડ કપ માટેની પોતાની પ્રથમ ક્વૉલિફાઇંગ મૅચમાં સ્પેને ફિનલૅન્ડને ૮ વિકેટે હરાવીને મજૂબત શરૂઆત કરવા ઉપરાંત સતત ૨૦ ઇન્ટરનૅશનલ મૅચ જીતવાના ઑસ્ટ્રેલિયાના વર્લ્ડ રેકૉર્ડને તોડી નાખ્યો હતો. ઑસ્ટ્રેલિયાએ ૨૦૦૩માં સતત વન-ડે મૅચ જીતીને વર્લ્ડ કપ જીત્યા બાદ સતત ત્રણ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને માત આપી હતી. 
વર્લ્ડ રૅન્કિંગમાં ૨૮મો ક્રમાંક ધરાવતા સ્પેનનો ત્રણ વર્ષ પહેલાં જીતનો સિ‌લસિલો શરૂ થયો હતો જે હજુ સુધી અકબંધ છે. સ્પેન ૧૯૯૨માં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલનું ઍફિલિએટ મેમ્બર બન્યા બાદ ૨૦૧૭થી અસોસિએટ મેમ્બર બની ગયું છે. ૨૦૧૯માં T20 ઇન્ટરનૅશનલ રમવાની માન્યતા મેળવ્યા બાદ બધા જ અસોસિએટ મેમ્બરોમાં એનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. એણે ૫૦ મૅચમાંથી ૪૧માં જીત મેળવી છે. 
સ્પેને ગયા મહિને ફુટબૉલ વર્લ્ડ કપની ફાઇનલમાં જીત મેળવીને મેન્સ ઇન્ટરનૅશનલ મૅચોમાં સતત ૩૮ મૅચ સુધી ન હારવાનો અનોખો રેકૉર્ડ પણ રચી દીધો હતો. 

spain finland t20 world cup cricket news sports news sports