✕

Sports Update: આજે ઝિમ્બાબ્વે સામે લાગલગાટ આઠમી T20 દ્વિપક્ષીય સિરીઝ જીતવા ઊતરશે અફઘાનિસ્તાન

29 October, 2026 10:17 AM IST  |  Afghanistan | Gujarati Mid-day Correspondent

હરીફ સામે જીતની સિક્સ મારીને અફઘાનિસ્તાને કરી હતી વિજયી શરૂઆત.

બૅટ અને બૉલથી તરખાટ મચાવીને ઑલરાઉન્ડર રાશિદ ખાન બન્યો હતો પ્લેયર ઑફ ધ મૅચ

શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રણ T20 મૅચની સિરીઝમાં ઝિમ્બાબ્વે સામે આજે અફઘાનિસ્તાન સિરીઝ પર કબજો કરવાના ઇરાદા સાથે ઊતરશે. આ હરીફ સામે ઝિમ્બાબ્વે તમામ ૭ T20 દ્વિપક્ષીય સિરીઝ જીત્યું છે. મંગળવારે પહેલી મૅચ ૩૭ રને જીતીને અફઘાનિસ્તાનને ઝિમ્બાબ્વે સામે સતત છઠ્ઠી T20 મૅચ જીતી હતી. 

મંગળવારે પહેલી T20 મૅચમાં અફઘાનિસ્તાને ૧૯.૫ ઓવરમાં ૧૭૭-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વે ૧૯.૧ ઓવરમાં ૧૪૦ રને ઑલઆઉટ થયું હતું. સ્ટાર ઑલરાઉન્ડર રાશિદ ખાન ૪ સિક્સની મદદથી ૧૦ બૉલમાં ૩૦ રન કરીને બે વિકેટ લેવા બદલ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

૪ બૅટર્સની ફિફ્ટી પ્લસ રનની ઇનિંગ્સની મદદથી સાઉથ આફ્રિકા સામે એક રનની લીડ મેળવી કાંગારૂઓએ

કેપટાઉનમાં નિર્ણાયક ટેસ્ટ-મૅચના બીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ યજમાન સાઉથ આફ્રિકા સામે એક રનની લીડ મેળવી હતી. પહેલા દિવસે યજમાનને પહેલી ઇનિંગ્સમાં ૩૨૯-૧૦ના સ્કોરે રોક્યા પછી બીજા દિવસના અંતે ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સમાં ૯૦ ઓવર રમીને ૩૩૦-૪નો સ્કોર કર્યો હતો.

ઓપનર મૅટ રેનશૉએ ૧૩૯ બૉલમાં ૧૦ ફોરની મદદથી ૭૪ રન, કૅમરન ગ્રીને ૧૧૦ બૉલમાં ૮ ફોર અને બે સિક્સની મદદથી ૬૫ રન રનનું યોગદાન આપ્યું હતું. જૉશ ઇંગ્લિસે ૧૧૧ બૉલમાં ૯ ફોર, બે સિક્સના સહારે અણનમ ૮૫ રન અને ઍલેક્સ કૅરીએ ૧૨૬ બૉલમાં ૪ ફોરની મદદથી અણનમ ૫૧ રન કર્યા હતા.

૫૧.૨ ઓવરમાં કાંગારૂઓએ ૧૮૫ રનના સ્કોરે ૪ વિકેટ ગુમાવી હતી. જૉશ ઇંગ્લિસ અને ઍલેક્સ કૅરી પાંચમી વિકેટ માટે ૧૪૫ રનની ભાગીદારી કરીને અણનમ રહ્યા હતા. સાઉથ આફ્રિકા માટે માર્કો યાન્સેન અને સાઇમન હાર્મરે ૨-૨ વિકેટ લીધી હતી.

બંગલાદેશ-વેસ્ટ ઇન્ડીઝની પહેલી ટેસ્ટ-મૅચમાં ખરાબ પ્રકાશને કારણે ૧૬ ઓવર ઓછી રમાઈ

પહેલા દિવસે બંગલાદેશે ૭૪ ઓવરમાં ૨૧૩-૩નો સ્કોર કર્યો

બંગલાદેશી ઓપનર શાદમાન ઇસ્લામ પહેલા દિવસે ૨૧૯ બૉલમાં ૯૯ રન કરીને અંત સુધી ટકી રહ્યો હતો.

ઢાકામાં ગઈ કાલે બંગલાદેશ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બે ટેસ્ટ-મૅચની સિરીઝ શરૂ થઈ હતી. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર યજમાન બંગલાદેશે ૭૪ ઓવરમાં ૨૧૩-૩નો સ્કોર કર્યો હતો. ખરાબ પ્રકાશને કારણે પહેલા દિવસે ૧૬ ઓવર ઓછી રમાઈ હતી. બંગલાદેશનો ઓપનર શાદમાન ઇસ્લામ ૨૧૯ બૉલમાં ૧૦ ફોરની મદદથી ૯૯ રન કરીને અણનમ રહ્યો હતો. ભારતની નંબર વન સ્ક્વૉશ ખેલાડી અનાહત સિંહ ઇન્જરીને કારણે કૅનેડિયન ઓપનમાંથી ખસી ગઈ

ભારતની ટૉચની સ્ક્વૉશ ખેલાડી અનાહત સિંહ ઇન્જરીને કારણે કૅનેડિયન ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાંથી ખસી ગઈ છે. છઠ્ઠો ક્રમાંક ધરાવતી ૧૮ વર્ષની અનાહત સિંહનો મુકાબલો ઇજિપ્તની જે હરીફ સામે હતો તે હવે ડાયરેક્ટ સેમી-ફાઇનલમાં પહોંચી છે.

અનાહત સિંહની ઇન્જરી વિશે કોઈ સ્પષ્ટતા મળી નથી. વર્ષની શરૂઆતમાં થયેલી પગના તળિયાની ઇન્જરીમાં ફરી સમસ્યા થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. અગાઉના રાઉન્ડમાં તે ઇંગ્લૅન્ડની હરીફ સામે ૧૧-૬, ૪-૧૧, ૧૧-૫, ૧૧-૭ની સ્કોરલાઇનથી જીતીને ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી.

 

 

afghanistan zimbabwe t20 international cricket news sports news sports rashid khan sharjah