✕

Sports Update : અર્શદીપ સિંહે સમરીન કૌર સાથે સગાઈ કરી, દરિયાકિનારે પ્રપોઝ કરીને રિંગ પહેરાવી દીધી

12 November, 2026 10:12 AM IST  |  New Zealand | Gujarati Mid-day Correspondent

હવે આખી જિંદગી સાથે વિતાવવાની છે. ૧૧.૧૧.૨૦૨૬. હાય ફિયૉન્સે.’ IPL 2026થી ડેટિંગ કરી રહેલા આ કપલે જુલાઈ મહિનામાં ફોટો શૅર કરીને પોતાના સંબંધો વિશે ખુલાસો કર્યો હતો. આ વર્ષે ભારતીય ટીમની દરેક સિરીઝમાં સમરીન કૌર અર્શદીપ સિંહની સાથે જ જોવા મળી હતી.

અર્શદીપ સિંહે સમરીન કૌર સાથે સગાઈ કરી

IPL ટ્રેડ-ડીલની જાહેરાતના થોડા કલાકો પછી બપોરના સમયે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને તેની ગર્લફ્રેન્ડ સમરીન કૌરે સગાઈની જાહેરાત કરી હતી. ન્યુ ઝીલૅન્ડ ટૂરમાં સામેલ અર્શદીપ સિંહે દરિયાકિનારે સમરીન કૌરને પ્રપોઝ કરીને રિંગ પહેરાવી હતી.

જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં જન્મેલી ૨૭ વર્ષની ઍક્ટ્રેસ અને મૉડલ સમરીન કૌરે ફોટો શૅર કરીને લખ્યું કે ‘જીવન આપણને જે કંઈ પણ આપી શક્યું હોત એમાંથી મને એ વાતની સૌથી વધુ ખુશી છે કે એણે આપણને એકબીજા સાથે મેળવ્યાં. હવે આખી જિંદગી સાથે વિતાવવાની છે. ૧૧.૧૧.૨૦૨૬. હાય ફિયૉન્સે.’ IPL 2026થી ડેટિંગ કરી રહેલા આ કપલે જુલાઈ મહિનામાં ફોટો શૅર કરીને પોતાના સંબંધો વિશે ખુલાસો કર્યો હતો. આ વર્ષે ભારતીય ટીમની દરેક સિરીઝમાં સમરીન કૌર અર્શદીપ સિંહની સાથે જ જોવા મળી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા મારને ગ્રીસમાં કર્યાં લગ્ન

તામિલ સિનેમાના ૩૬ વર્ષના સંગીતકાર અનિરુદ્ધ રવિચંદરે ગઈ કાલે ગ્રીસમાં એક ખાનગી ઇવેન્ટમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ૩૪ વર્ષની માલકિન કાવ્યા મારન સાથે લગ્ન કર્યાં હતાં. બન્નેએ મંગળવારે સગાઈ કરી હતી અને હવે ૨૧ નવેમ્બરે ચેન્નઈમાં લગ્નનું રિસેપ્શન યોજશે. બન્નેને આશીર્વાદ આપવા અનિરુદ્ધના સુપરસ્ટાર માસા રજનીકાંત અને તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટૅલિન પણ ગ્રીસ પહોંચ્યા હતા.

ભારત સામેની ટેસ્ટ-સિરીઝથી વાપસી કરશે રચિન રવીન્દ્ર અને ડેવોન કૉન્વે

૧૯ નવેમ્બરથી શરૂ થનારી ભારત સામેની બે ટેસ્ટ-મૅચની સિરીઝ માટે ન્યુ ઝીલૅન્ડની ૧૪ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરવામાં આવી છે. ભારતીય મૂળનો બૅટર રચિન રવીન્દ્ર T20 અને વન-ડે સિરીઝમાંથી બહાર થયા પછી ટેસ્ટ-સિરીઝથી વાપસી કરશે. સપ્ટેમ્બરમાં પ્રમોશનલ શૂટ દરમ્યાન તેને જમણા ખભામાં ઇન્જરી થઈ હતી. વન-ડે સિરીઝની શરૂઆતમાં માથાની ઇન્જરીનો સામનો કરનાર ડેવોન કૉન્વે પણ ટેસ્ટ-સિરીઝથી ટીમમાં વાપસી કરશે.

ન્યુ ઝીલૅન્ડની ટેસ્ટ-સ્ક્વૉડ : ટૉમ લૅધમ (કૅપ્ટન), ટૉમ બ્લંડેલ, ડેવોન કૉન્વે, જેકબ ડફી, મૅટ હેન્રી, કાઇલ જૅમીસન, ડૅરિલ મિચલ, હેન્રી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, મિચલ સૅન્ટનર, નૅથન સ્મિથ, બ્લેર ટિકનર, વિલ યંગ.

લિંકનમાં સતત બે દિવસ વરસાદમાં ધોવાયા, A ટીમો વચ્ચેની લાગલગાટ ત્રણ ટેસ્ટ-મૅચ ડ્રૉ

ન્યુ ઝીલૅન્ડ અને ભારતની A ટીમો વચ્ચે રમાયેલી ત્રણ અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચની સિરીઝ ડ્રૉ રહી છે. આ સિરીઝની ત્રણેય ચાર-દિવસની મૅચો ડ્રૉ રહી હતી. લિંકનમાં આયોજિત ત્રીજી મૅચના છેલ્લા બે દિવસમાં વરસાદને કારણે એક પણ બૉલની રમત રમાઈ નહોતી.

ભારતીય ટીમે યશસ્વી જાયસવાલના ૧૦૨ રન અને કૅપ્ટન ધ્રુવ જુરેલ સહિત ૪ પ્લેયર્સની ફિફ્ટી પ્લસ રનની ઇનિંગ્સની મદદથી ૧૪૬ ઓવરમાં ૪૬૪-૫ના સ્કોર સાથે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. બીજા દિવસના અંત સુધીમાં યજમાન ટીમે ૧૪ ઓવરમાં ૩૬-૨નો સ્કોર કર્યો હતો.

સિનિયર ટીમોની ટેસ્ટ-સિરીઝ પહેલાં અનુભવી બોલર્સ જસપ્રીત બુમરાહને ૬ ઓવર, પ્રસિદ્ધ ક્રિષ્નાને પાંચ ઓવરની બોલિંગ મળી હતી. રવીન્દ્ર જાડેજાને એક પણ ઓવર ફેંકવા મળી નહોતી. ત્રણેય પ્લેયર્સ ત્રીજી ટેસ્ટ-મૅચથી જ ઇન્ડિયા A ટીમમાં પ્રૅક્ટિસ માટે જોડાયા હતા.

arshdeep singh india team india indian cricket team cricket news jammu and kashmir new zealand IPL 2026 sports news sports