13 November, 2026 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુસ્તફિઝુર રહમાન
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા IPL 2027ના ઑક્શનમાં બંગલાદેશી ક્રિકેટર્સ માટે દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. બન્ને દેશો વચ્ચેના તનાવને કારણે IPL 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સે જે ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને રિલીઝ કર્યો હતો તેણે પણ ઑક્શનમાં નામ નોંધાવ્યું છે.
બંગલાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા પુષ્ટિ આપવામાં આવી છે કે ‘મુસ્તફિઝુર રહમાન, નાહિદ રાણા, રિશાદ હુસૈન, હસન મહમૂદ, તૌહિદ હૃદય, તસ્કીન અહમદે ઑક્શન માટે નોંધણી કરી છે.’
અગાઉની વચગાળાની બંગલાદેશ સરકારે સુરક્ષા વિશે ચિંતા વ્યક્ત કરીને T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતમાં પોતાની મેન્સ ટીમ મોકલી નહોતી.
શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટેસ્ટ-ટીમને રાહતના સમાચાર મળ્યા છે. વિકેટકીપર-બૅટર રિષભ પંતને ભારતીય ક્રિકેટ બોર્ડના બૅન્ગલોર સ્થિત સેન્ટર ઑફ એક્સલન્સ તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળી ગયું છે.
૧૦ અને ૧૧ નવેમ્બરના દિવસે રિષભ પંતે બે ફિટનેસ અને સિમ્યુલેશન ટેસ્ટ આપ્યા પછી તેને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. રિષભ પંતને ઈરાની કપની મૅચ દરમ્યાન સાઇડ સ્ટ્રેનમાં ઇન્જરી થઈ હતી. આ ઇન્જરીને કારણે રિષભ પંત ઇન્ડિયા A માટે ૩ અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચમાં ભાગ લઈ શક્યો નહોતો.
બુધવારે ભારતીય ઓપનર સંજુ સૅમસન ૩૨ વર્ષનો થયો હતો. વર્ષગાંઠના દિવસે સંજુ સૅમસને પોતાના ફાઉન્ડેશન થકી કેરલમની એક મહિલા ચાહકને મોટી ગિફ્ટ આપી હતી. સૅમસનની મમ્મીએ આ મહિલા ચાહકને ઘરની ચાવી આપીને ગૃહપ્રવેશ કરાવ્યો હતો. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.
ઇંગ્લૅન્ડ માટે સૌથી વધુ ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન ૨૦૨૭માં સરે સાથે પોતાની કાઉન્ટી ચૅમ્પિયનશિપ આગળ વધારશે. જેમ્સ ઍન્ડરસન કહે છે કે સરે જેવી ક્લબમાં જોડાવું એ સન્માનની વાત છે, મારી પાસે ટીમ માટે ઘણું યોગદાન આપવાની ક્ષમતા છે.
લૅન્કેશર ક્રિકેટ ક્લબે હાલમાં જેમ્સ ઍન્ડરસન સાથેનો પચીસ વર્ષનો સંબંધ સમાપ્ત કર્યો હતો. ૨૦૨૬માં તેણે ટીમ માટે કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં ૫૦ વિકેટ લીધી હતી.