હરીફ ટીમના ટૉપ-ફોર બૅટર્સના કૅચ પકડનાર IPL ઇતિહાસનો પહેલો પ્લેયર બન્યો કિશન

08 May, 2025 07:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદનો વિકેટકીપર ઈશાન કિશન મુખ્ય કારણ બન્યો હતો. કિશને દિલ્હીના ટૉપ-ફોર બૅટર્સના કૅચ પકડીને દિલ્હીની ટીમના આત્મવિશ્વાસને તોડ્યો હતો.

ઈશાન કિશન

સનરાઇઝર્સ હૈદરાબાદની સોમવારની મૅચમાં દિલ્હી કૅપિટલ્સ ૭ વિકેટે ૧૩૩ રન બનાવી શકી હતી. તેમના આ સાધારણ સ્કોર પાછળ હૈદરાબાદનો વિકેટકીપર ઈશાન કિશન મુખ્ય કારણ બન્યો હતો. કિશને દિલ્હીના ટૉપ-ફોર બૅટર્સના કૅચ પકડીને દિલ્હીની ટીમના આત્મવિશ્વાસને તોડ્યો હતો.

તેણે ફાસ્ટ બોલર પૅટ કમિન્સની ઓવર્સમાં કરુણ નાયર (૦.૧ ઓવર), ફાફ ડુ પ્લેસિસ (૨.૧ ઓવર) અને અભિષેક પોરેલ (૪.૧ ઓવર)ના અને ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટની ઓવરમાં કે. એલ. રાહુલ (૭.૧ ઓવર)નો કૅચ પકડીને મોટી સિદ્ધિ મેળવી હતી. તે આ ટુર્નામેન્ટમાં એક ઇનિંગ્સમાં ચાર કે એથી વધુ કૅચ પકડનાર ૧૩મો વિકેટકીપર અને ઓવરઑલ ૨૭મો પ્લેયર બન્યો છે. તે એક ઇનિંગ્સમાં હરીફ ટીમના બેટિંગક્રમના ટૉપ-ફોર બૅટરના કૅચ પકડનાર આ ટુર્નામેન્ટના ઇતિહાસનો પહેલો પ્લેયર બન્યો છે.

indian premier league IPL 2025 ishan kishan delhi capitals sunrisers hyderabad cricket news sports news sports