20 November, 2024 10:55 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent
શ્રીલંકન ક્રિકેટ ટીમ
ગઈ કાલે પલ્લેકેલ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત શ્રીલંકા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ત્રીજી વન-ડે મૅચ વરસાદને કારણે રદ થઈ હતી. પહેલી બૅટિંગ કરતાં ન્યુ ઝીલૅન્ડે ૨૧ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૧૧૨ રન ફટકાર્યા હતા પણ વરસાદના વિઘ્નને કારણે મૅચ આગળ વધી શકી નહોતી. શ્રીલંકાએ ત્રણ મૅચની આ સિરીઝ ૨-૦થી જીતી લીધી પણ કિવીઓ સામે આ ફૉર્મેટમાં પહેલી વાર ક્લીન સ્વીપ કરવાનું તેમનું સપનું અધૂરું જ રહી ગયું છે. ૨૦૧૪ બાદ ૨૦૨૪ એ બીજું કૅલેન્ડર વર્ષ છે જેમાં શ્રીલંકાએ પાંચ દ્વિપક્ષીય વન-ડે સિરીઝ જીતી છે.