02 January, 2026 02:58 PM IST | Sri Lanka | Gujarati Mid-day Correspondent
લસિથ મલિંગા
ભૂતપૂર્વ સ્ટાર ફાસ્ટ બોલર લસિથ મલિંગાને ફરી એક વાર શ્રીલંકાની મેન્સ ટીમ માટે સલાહકાર બોલિંગ-કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપ 2026ના સહ-યજમાન શ્રીલંકાએ તેને ૪૦ દિવસ માટે આ પદની જવાબદારી સોંપી છે. શ્રીલંકા માટે તે ૩૪૦ મૅચમાં ૫૪૬ વિકેટ લઈને દેશના હાઇએસ્ટ વિકેટટેકર બોલર્સમાં ત્રીજો ક્રમ ધરાવે છે.
૪૨ વર્ષનો લસિથ મલિંગા આ પહેલાં બે-ત્રણ વખત આવી ટૂંકા ગાળાની ભૂમિકા ભજવીને શ્રીલંકન બોલિંગ-યુનિટને મજબૂત બનાવવાનું કામ કરી ચૂક્યો છે. વર્તમાન બોલર્સ લસિથ મલિંગાના ઇન્ટરનૅશનલ અનુભવ અને અને પ્રખ્યાત ડેથ બોલિંગનો લાભ લેવાનો પ્રયાસ કરશે એવી આશા શ્રીલંકા ક્રિકેટ બોર્ડે વ્યક્ત કરી છે.