કૅરિબિયન કૅપ્ટન શાઈ હોપની ૧૫૦મી વન-ડે મૅચ વરસાદમાં ધોવાઈ ગઈ

08 June, 2026 02:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પહેલી વન-ડે મૅચ ૪૧ રને જીતીને શ્રીલંકા આ સિરીઝમાં ૧-૦થી આગળ છે.

શાઈ હોપ

જમૈકાના કિંગ્સ્ટનના સબીના પાર્કમાં ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા વચ્ચે બીજી વન-ડે રમાવાની હતી. યજમાન વેસ્ટ ઇન્ડીઝે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ પસંદ કરી હતી, પણ વરસાદને કારણે રમત શરૂ થઈ શકી નહોતી અને ભીના આઉટફીલ્ડને કારણે મૅચ રદ કરવી પડી હતી. અગાઉ બન્ને ટીમ વચ્ચે ૨૦૦૮ અને ૨૦૧૧માં વન-ડે મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. મૅચ પહેલાં કૅરિબિયન કૅપ્ટન શાઈ હોપ ૧૫૦મી વન-ડે મૅચ રમવા આવે એ પહેલાં ૧૫૦ નંબરની સ્પેશ્યલ જર્સી તેને ગિફ્ટ કરવામાં આવી હતી. ભારતીય સમય અનુસાર મંગળવારે દિવસની શરૂઆતમાં એક વાગ્યાથી ત્રીજી વન-ડે મૅચ રમાશે. પહેલી વન-ડે મૅચ ૪૧ રને જીતીને શ્રીલંકા આ સિરીઝમાં ૧-૦થી આગળ છે.

west indies sri lanka cricket news sports news sports