ઝિમ્બાબ્વેમાં છેક ૧૭ વર્ષ બાદ વન-ડે સિરીઝ રમશે શ્રીલંકન મેન્સ ટીમ

30 August, 2025 08:14 AM IST  |  Harare | Gujarati Mid-day Correspondent

આ ફૉર્મેટમાં બન્ને ટીમ ૬૪ વખત સામસામે રમી છે જેમાંથી માત્ર ૩ મૅચ નો-રિઝલ્ટ રહી છે. શ્રીલંકા ૪૯ મૅચમાં, જ્યારે ઝિમ્બાબ્વે ૧૨ મૅચમાં જીત નોંધાવી શક્યું છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

શ્રીલંકન મેન્સ ક્રિકેટ ટીમ બે વન-ડે અને ૩ T20 મૅચની સિરીઝ રમવા ઝિમ્બાબ્વે પહોંચી છે. આજથી બન્ને ટીમ વચ્ચે વન-ડે સિરીઝ શરૂ થશે. આ ટૂરની તમામ મૅચ હરારેમાં જ રમાશે. શ્રીલંકાની ટીમ છેલ્લે નવેમ્બર ૨૦૦૮માં ઝિમ્બાબ્વેમાં વન-ડે સિરીઝ રમી હતી. જાન્યુઆરી ૨૦૨૪ સુધી બન્ને ટીમ વચ્ચે ૮ વન-ડે સિરીઝ રમાઈ છે જેમાંથી ઝિમ્બાબ્વે ૨૦૧૭માં શ્રીલંકા સામે પહેલી વાર એની જ ધરતી પર વન-ડે સિરીઝ જીત્યું હતું. આ ફૉર્મેટમાં બન્ને ટીમ ૬૪ વખત સામસામે રમી છે જેમાંથી માત્ર ૩ મૅચ નો-રિઝલ્ટ રહી છે. શ્રીલંકા ૪૯ મૅચમાં, જ્યારે ઝિમ્બાબ્વે ૧૨ મૅચમાં જીત નોંધાવી શક્યું છે. 

sri lanka zimbabwe harare cricket news sports news sports t20