T20 મૅચમાં એક બોલરને ૪ ઓવરના ઉત્કૃષ્ટ સ્પેલ માટે પુરસ્કાર તરીકે પાંચમી ઓવર પણ મળવી જોઈએ : સુનીલ ગાવસકર

12 May, 2026 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુનીલ ગાવસકરે બૅટ અને બૉલ વચ્ચે સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે એક રસપ્રદ સૂચન રજૂ કર્યું છે.

સુનીલ ગાવસકર

IPL જેવી T20 ટુર્નામેન્ટમાં બૅટર્સની ધમાલ વચ્ચે સુનીલ ગાવસકરે બોલર્સ માટે અવાજ ઉઠાવ્યો છે. સુનીલ ગાવસકરે બૅટ અને બૉલ વચ્ચે સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે એક રસપ્રદ સૂચન રજૂ કર્યું છે. સુનીલ ગાવસકર કહે છે, ‘એક બોલરને ફક્ત ૪ ઓવર નાખવાની મંજૂરી પર ફરીથી વિચાર કરી શકાય છે. જો એક બેટ્સમૅન આખી ૨૦ ઓવર બૅટિંગ કરી શકે છે તો બોલર્સને પણ છૂટ મળવી જોઈએ. જે બોલર પોતાની ૪ ઓવરમાં ૩ વિકેટ લે છે તેને તે વિકેટ મેળવવાના પુરસ્કાર તરીકે પાંચમી ઓવર ફેંકવાની મંજૂરી મળવી જોઈએ. આ રીતે ટીમો ફક્ત રન બચાવવાનો પ્રયાસ કરવાને બદલે વિકેટ મેળવવાનો પ્રયાસ કરશે. T20 ફૉર્મેટમાં બધાં પરિબળો બોલરોની વિરુદ્ધ જાય છે. બોલરોને વિકેટ લેવા માટે પ્રોત્સાહન આપવા આ પ્રયાસ કરવો યોગ્ય છે. આવનારી ઘણી શહેરી લીગમાં આ નિયમનો ટ્રાયલ કરી શકાય. ત્યાર બાદ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને IPL 2028માં પણ આ પ્રકારના નિયમો બનાવી શકાશે.’

sunil gavaskar t20 international cricket news indian cricket team sports news sports