✕

ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકર ઇચ્છે છે કે...

06 October, 2026 05:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિવૃત્તિ સમયે રોહિત શર્માના નામે ઉંમર કરતાં વધુ વન-ડે સદીઓ નોંધાયેલી હોય, ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર સુનીલ ગાવસકર વર્તમાન ઓપનર રોહિત શર્મા પાસેથી વધુ સદી ઇચ્છે છે.

ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકર ઇચ્છે છે કે...

ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર સુનીલ ગાવસકર વર્તમાન ઓપનર રોહિત શર્મા પાસેથી વધુ સદી ઇચ્છે છે. સુનીલ ગાવસકર કહે છે, ‘શક્ય છે કે રોહિત ૨૦૨૭ના મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ પછી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થાય. જ્યારે તે નિવૃત્તિ લેવાનું નક્કી કરે ત્યારે હું વ્યક્તિગત રીતે ઇચ્છું છું કે રોહિતના નામે તેની ઉંમર કરતાં વધુ વન-ડે સદીઓ હોય. જો તેણે ત્રીજી વન-ડે મૅચમાં વધુ ૮ રન કરીને સદી ફટકારી હોત તો તે તેની ૩૬મી સદી સાથે સીમાચિહ્ન હાંસલ કરવાની નજીક પહોંચી ગયો હોત. મારા મતે જ્યારે કોઈ ખેલાડી નિવૃત્તિ સમયે પોતાની ઉંમર કરતાં વધુ સદીઓ ધરાવતો હોય ત્યારે તે બાબત વિશેષ હોય છે.’ 
રોહિત ૩૯ વર્ષનો છે અને અત્યાર સુધીની તેની શાનદાર વન-ડે કરીઅરમાં તે ૩૫ સદી ફટકારી ચૂક્યો છે. આગામી વર્લ્ડ કપ પહેલાં રોહિત શર્મા ૩૦ એપ્રિલે ૪૦ વર્ષનો થઈ જશે. 
સુનીલ ગાવસકર વધુમાં કહે છે, ‘હું ૩૮ વર્ષની ઉંમરે કરીઅરના અંતિમ વર્ષમાં હતો ત્યારે આવું જ કરવા ઇચ્છતો હતો. જોકે હું ત્રણ વખત ૯૦ના સ્કોર પર આઉટ થયો અને ટેસ્ટ-ફૉર્મેટમાં ૩૪ સદી સાથે નિવૃત્ત થયો.’

rohit sharma sunil gavaskar cricket news sports news sports