04 April, 2026 04:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ ગાવસકર
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન કૉમેન્ટેટર સુનીલ ગાવસકરે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર સ્પેશ્યલ પોસ્ટ શૅર કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘IPL શરૂ થતાંની સાથે જ ફેક ન્યુઝની ફૅક્ટરી ફરીથી ઍક્ટિવ થઈ ગઈ છે. સોશ્યલ મીડિયા પર મારા નામે આવતી કોઈ પણ પોસ્ટનો વિશ્વાસ કરશો નહીં.’
સુનીલ ગાવસકરે કહ્યું હતું કે ‘ગઈ કાલે મેં એક પોસ્ટ જોઈ જેમાં મેં રોહિત શર્મા અને અર્શદીપ સિંહ માટે નિવેદન આપ્યું છે. એ પોસ્ટ એકદમ ફેક હતી. આવી ઘણી પોસ્ટ ટુર્નામેન્ટના અંત સુધી જોવા મળશે. ગમે ત્યાં મારા નામે લખેલા શબ્દોનો વિશ્વાસ કરતા નહીં. ક્રિકેટર્સ અને ક્રિકેટજગતને મારી અપીલ છે કે મારાં નિવેદનો બ્રૉડકાસ્ટિંગ ચૅનલ પર હોય તો જ વિશ્વાસ કરજો.’