એશિયન ગેમ્સમાં ભારત માટે ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીતવાનુ સરળ નહીં હોય : સુનીલ ગાવસકર

10 September, 2026 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુનીલ ગાવસકરના મતે એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટનો ખિતાબ બચાવવા ભારતને બંગલાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવી મજબૂત ટીમો સામે સખત પડકારનો સામનો કરવો પડશે.

સુનીલ ગાવસકર

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકર માને છે કે એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટમાં ખિતાબનો બચાવ કરવા માટે શ્રેયસ ઐયર અને તેની ટીમને સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે.
સુનીલ ગાવસકર કહે છે, ‘T20 ક્રિકેટમાં આપણી ટીમ અને ખેલાડીઓના અનુભવને જોતાં ભારતને ટાઇટલ માટે મજબૂત દાવેદાર માનવું જોઈએ, પરંતુ આ એક T20 ટુર્નામેન્ટ છે જ્યાં મૅચ ફક્ત એક જ ઓવરમાં પલટી શકે છે, એટલે એ કહેવું મુશ્કેલ છે કે આપણે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતીશું. ત્યાં કેટલીક ખૂબ સારી ટીમો છે. બંગલાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પણ મજબૂત ટીમો છે. એ બધા દાવેદાર છે.’
એશિયન ગેમ્સમાં હમણાં સુધીની મેન્સ ક્રિકેટ ઇવેન્ટમાં ૨૦૧૦માં બંગલાદેશ, ૨૦૧૪માં શ્રીલંકા અને ૨૦૨૨માં ભારત ચૅમ્પિયન બન્યું હતું.

sunil gavaskar shreyas iyer t20 asian games cricket news sports news sports