28 August, 2026 10:25 AM IST | Cuba | Gujarati Mid-day Correspondent
સુનીલ નારાયણ
૩૮ વર્ષના કૅરિબિયન સ્પિનર સુનીલ નારાયણે T20 ક્રિકેટમાં ૬૫૦ વિકેટ પૂરી કરી છે.અફઘાનિસ્તાનના યંગ સ્પિનર રાશિદ ખાને ઑગસ્ટ ૨૦૨૫માં ૪૭૮ ઇનિંગ્સમાં ૬૫૦ વિકેટ પૂરી કરી હતી. હાલમાં તેણે ફેબ્રુઆરી ૨૦૨૬માં ૫૧૨ ઇનિંગ્સમાં ૭૦૦ વિકેટ પૂરી કરી હતી.
સુનીલ નારાયણે કૅરિબિયન પ્રીમિયર લીગમાં ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ તરફથી રમતાં સેન્ટ લુસિયા કિંગ્સ સામેની મૅચમાં જૉન કૅમ્પબેલને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. ૬૧૧ T20 મૅચોની ૬૦૧ ઇનિંગ્સમાં સુનીલ નારાયણે ૬૫૦ વિકેટ પૂરી કરી છે.
૨૦૧૧થી ૨૦૧૯ વચ્ચે ઇન્ટરનૅશનલ ક્રિકેટની ૫૧ મૅચમાં તેણે બાવન વિકેટ લીધી હતી. વિશ્વની ૧૧ જેટલી T20 લીગમાં રમનાર સુનીલ નાયાયણે સૌથી વધુ વિકેટ IPLમાં લીધી છે. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ માટે ૨૦૨ મૅચમાં ૨૦૭ વિકેટ ઝડપી છે. એ પછી કૅરિબિયન પ્રીમિયર લીગની ૧૩૧ મૅચમાં તેણે ૧૩૭ વિકેટ લીધી છે.