IPLમાં વિદેશી પ્લેયર તરીકે સૌથી વધુ મૅચ રમવાનો કાઇરન પોલાર્ડનો રેકૉર્ડ તોડ્યો સુનીલ નારાયણે

31 March, 2026 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ સ્પિનર સુનીલ નારાયણે પોતાના ભૂતપૂર્વ સાથીખેલાડી કાઇરન પોલાર્ડનો ૪ વર્ષ જૂનો IPL રેકૉર્ડ તોડ્યો છે. સુનીલ નારાયણ હવે IPLમાં સૌથી વધુ ૧૯૦  મૅચ રમનાર વિદેશી ખેલાડી બન્યો છે.

કાઇરન પોલાર્ડ સાથેનો સુનીલ નારાયણનો.

વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ સ્પિનર સુનીલ નારાયણે પોતાના ભૂતપૂર્વ સાથીખેલાડી કાઇરન પોલાર્ડનો ૪ વર્ષ જૂનો IPL રેકૉર્ડ તોડ્યો છે. સુનીલ નારાયણ હવે IPLમાં સૌથી વધુ ૧૯૦  મૅચ રમનાર વિદેશી ખેલાડી બન્યો છે. કાઇરન પોલાર્ડ ૨૦૧૦થી ૨૦૨૨ સુધી મુંબઈ ઇન્ડિયન્સ માટે હાઇએસ્ટ ૧૮૯ મૅચ રમ્યો હતો. 

સુનીલ નારાયણ ૨૦૧૨થી કોલકાતા નાઇટ રાઇડર્સ માટે જ રમી રહ્યો છે. રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં તેણે ૩ ઓવરમાં ૩૦ રન આપીને તિલક વર્માની વિકેટ લીધી હતી. ૧૯૩ વિકેટ સાથે સુનીલ નારાયણ ટુર્નામેન્ટના હાઇએસ્ટ વિકેટટેકર બોલર્સમાં ત્રીજા ક્રમે છે. તે ટુર્નામેન્ટમાં એક ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર અને સૌથી વધુ વિકેટ લેનાર વિદેશી બોલર પણ છે.

IPL 2026 indian premier league cricket news sports news sports kolkata knight riders kieron pollard sunil narine