11 April, 2026 04:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ નારાયણ
લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સના કૅરિબિયન સ્પિનર સુનીલ નારાયણે ૪ ઓવરમાં માત્ર ૧૩ રન આપીને એક વિકેટ લીધી હતી. આ એક વિકેટ સાથે તે ભારતની ધરતી પર ૨૦૦ વિકેટ લેનાર પહેલો વિદેશી અને ઓવરઑલ અગિયારમો બોલર બન્યો હતો. તેણે ભારતમાં પોતાની ૧૮૩મી T20 મૅચમાં આ સિદ્ધિ મેળવી હતી.
સુનીલ નારાયણ પછી વિદેશી બોલર તરીકે વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ પેસ બોલર ડ્વેન બ્રાવો ૧૬૨ મૅચમાં ૧૯૦ વિકેટ લઈ ચૂક્યો છે. ૧૪૨ મૅચમાં ૧૮૮ વિકેટ સાથે સ્પિનર રાશિદ ખાન આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે.
ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ભારતમાં ૨૬૨ મૅચમાં હાઇએસ્ટ ૨૯૬ વિકેટ લઈ ચૂક્યો છે. પંજાબ કિંગ્સનો આ સ્પિનર વર્તમાન સીઝનમાં વધુ ૪ વિકેટ લઈને ભારતમાં ૩૦૦ T20 વિકેટની સિદ્ધિ મેળવી શકે છે.