19 October, 2025 10:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ
યંગ બૅટર શુભમન ગિલ ભારતનાં ત્રણેય ફૉર્મેટના નેતૃત્વ-ગ્રુપનો ભાગ છે. તે ટેસ્ટ અને વન-ડે ફૉર્મેટનો કૅપ્ટન છે અને T20માં વાઇસ-કૅપ્ટનની જવાબદારી સંભાળે છે. હાલમાં ભારતના T20ના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે શુભમન ગિલને મળી રહેલી જવાબદારીઓને કારણે પોતે T20ની કૅપ્ટન્સી ગુમાવશે એવો ડર લાગે છે એનો સ્વીકાર કર્યો છે.
તે કહે છે, ‘હું શુભમન ગિલ માટે ખૂબ ખુશ છું કે તે બે ફૉર્મેટમાં કૅપ્ટન બન્યો છે. તેણે ખરેખર સારું પ્રદર્શન કર્યું છે. હું જૂઠું નહીં બોલીશ, દરેકને આવી પરિસ્થિતિમાં ડર લાગે જ. જોકે આ એક એવો ડર છે જે તમને સારું પ્રદર્શન કરવા પ્રેરિત રાખે છે. મેદાન પર અને મેદાનની બહાર મારી તેની સાથે ખૂબ સારી મિત્રતા છે. હું જાણું છું કે તે કેવા પ્રકારનો પ્લેયર અને વ્યક્તિ છે. એથી તે મને સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરે છે.’
સૂર્યાના ફોનમાં યુનિક નામે સેવ કરેલો છે પત્નીનો નંબર
કૅપ્ટન સૂર્યાએ ખુલાસો કર્યો હતો કે ‘મારી પત્ની હંમેશાં પડદા પાછળ રહી છે. તેને જાહેરમાં દેખાવાનું ગમતું નથી. મારી પત્ની દેવિશા શેટ્ટીનો નંબર મેં ‘ધ બેસ્ટ ડિસિઝન ઑફ માય લાઇફ’ તરીકે મારા ફોનમાં સેવ કર્યો છે. બધા પતિઓએ આવું કરવું જોઈએ.’