શ્રી પદ્‌મનાભસ્વામી મંદિરમાં પરંપરાગત ધોતી પહેરીને ભારતીય ક્રિકેટર્સે કરી પ્રાર્થના

31 January, 2026 04:53 PM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

કેરલાના તિરુવનંતપુરમમાં ન્યુ ઝીલૅન્ડ સામે અંતિમ T20 મૅચ રમવા પહોંચેલી સૂર્યા ઍન્ડ કંપનીએ ધાર્મિક વિઝિટ કરવાની તક ઝડપી લીધી હતી. ભારતીય ક્રિકેટ-ટીમના ઓછામાં ઓછા ૭ સભ્યોએ શુક્રવારે સવારે પ્રખ્યાત શ્રી પદ્‌મનાભસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી.

શ્રી પદ્‌મનાભસ્વામી મંદિરમાં પરંપરાગત ધોતી પહેરીને ભારતીય ક્રિકેટર્સે કરી પ્રાર્થના

કેરલાના તિરુવનંતપુરમમાં ન્યુ ઝીલૅન્ડ સામે અંતિમ T20 મૅચ રમવા પહોંચેલી સૂર્યા ઍન્ડ કંપનીએ ધાર્મિક વિઝિટ કરવાની તક ઝડપી લીધી હતી. ભારતીય ક્રિકેટ-ટીમના ઓછામાં ઓછા ૭ સભ્યોએ શુક્રવારે સવારે પ્રખ્યાત શ્રી પદ્‌મનાભસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી.
કસાવુ મુંડુ એટલે કે કેરલાની સાડીમાં ઉપયોગમાં લેવાતી જરીવાળી ધોતી. મંદિરના આ પરંપરાગત પોશાક કસાવુ મુંડુ પહેરીને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, રિન્કુ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ અને ફીલ્ડિંગ કોચ ટી. દિલીપે આશીર્વાદ લીધા હતા. દક્ષિણ ભારતનાં સૌથી આદરણીય હિન્દુ મંદિરોમાંના એક આ મંદિરમાં ટીમ ઇન્ડિયાના સભ્યોએ લગભગ ૩૦ મિનિટ વિતાવી હતી. આ વિઝિટ દરમ્યાન મંદિરની બહાર ફૅન્સની ભારે ભીડ જોવા મળી હતી.

varun chakaravarthy team india thiruvananthapuram kerala cricket news sports news sports