T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન કૅપ્ટન સૂર્યા લગ્નનાં ૧૦ વર્ષ બાદ બનશે પપ્પા

16 March, 2026 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પત્ની દેવિશા શેટ્ટી સાથેનો બેબી શાવરનો વિડિયો થયો વાઇરલ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

મેન્સ T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ઍન્ડ ફૅમિલીને વધુ એક ગુડ ન્યુઝ મળ્યા છે. સૂર્યા અને તેની પત્ની દેવિશા શેટ્ટી સાથેનો બેબી શાવરનો વિડિયો વાઇરલ થયો છે. ગુપચુપ યોજાયેલી આ સેરેમનીમાંથી પરિવારના એક સભ્યએ આ કપલની એન્ટ્રી સમયનો વિડિયો અને પોસ્ટર સોશ્યલ મીડિયા પર શૅર કર્યાં હતાં.

સૂર્યાએ જુલાઈ ૨૦૧૬માં દેવિશા શેટ્ટી સાથે લગ્ન કર્યાં હતાં. એ સમયે ૨૫ વર્ષની ઉંમરે સૂર્યા મુંબઈનો ડોમેસ્ટિક પ્લેયર અને કલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમતો IPL પ્લેયર હતો. ૩૦ વર્ષની ઉંમરે તેણે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું અને હવે ૩૫ વર્ષની ઉંમરે લગ્નનાં ૧૦ વર્ષ બાદ તે પપ્પા બનવા જઈ રહ્યો છે. આ કપલે હજી સુધી સોશ્યલ મીડિયા પર આ વાતની ઑફિશ્યલ જાહેરાત કરી નથી. 

suryakumar yadav social media viral videos sports sports news cricket news