ભારતીય ટીમમાં કમબૅક માટે હું સખત મહેનત કરી રહ્યો છું : સૂર્યકુમાર યાદવ

29 August, 2026 06:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૅશનલ ટીમમાં વાપસી માટેની તેની યોજનાઓ વિશે પૂછવામાં આવતાં સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે ‘જુઓ હું સખત મહેનત કરી રહ્યો છું અને મારાથી બનતું બધું કરી રહ્યો છું. જો બધું બરાબર થશે તો બધું જ સફળ થશે.’ 

ભારતીય ટીમમાં કમબૅક માટે હું સખત મહેનત કરી રહ્યો છું : સૂર્યકુમાર યાદવ

ગઈ કાલે ભારતનો વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પ્રો ગોવિંદા લીગની ચોથી સીઝનના ઇનામ વિતરણ સમારોહમાં જોવા મળ્યો હતો. પ્રો ગોવિંદા લીગના બ્રૅન્ડ ઍમ્બૅસૅડર તરીકે સૂર્યકુમાર યાદવે મીડિયા સાથેની વાતચીતમાં મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

નૅશનલ ટીમમાં વાપસી માટેની તેની યોજનાઓ વિશે પૂછવામાં આવતાં સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે ‘જુઓ હું સખત મહેનત કરી રહ્યો છું અને મારાથી બનતું બધું કરી રહ્યો છું. જો બધું બરાબર થશે તો બધું જ સફળ થશે.’ 

૨૦૨૬ના T20 વર્લ્ડ કપ ફાઇનલની જીત પછી ટીમમાંથી ૩૫ વર્ષના સૂર્યકુમાર યાદવને ડ્રૉપ કરવામાં આવ્યો હતો.

suryakumar yadav cricket news sports news sports team india