05 November, 2024 11:35 AM IST | Durban | Gujarati Mid-day Correspondent
ભારતીય ટીમ ડર્બન પહોંચી
મુંબઈના સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ધમાલ મચાવવા માટે યંગ પ્લેયર્સ સાથેની ભારતીય ટીમ ડર્બન પહોંચી ગઈ છે. ૮ નવેમ્બરથી આયોજિત ચાર મૅચની આ સિરીઝમાં વી.વી.એસ. લક્ષ્મણ હેડ કોચ તરીકે ટીમ સાથે રહેશે. ફુલટાઇમ કૅપ્ટન બન્યા બાદ સૂર્યકુમાર યાદવ સતત ત્રીજી T20 સિરીઝ જીતવાની હૅટ-ટ્રિક કરી શકે છે. હાલમાં જ શ્રીલંકા અને બંગલાદેશ સામે T20 સિરીઝ જીતનાર સૂર્યકુમાર આ પહેલાં પાર્ટ-ટાઇમ કૅપ્ટન તરીકે સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝ રમી ચૂક્યો છે.