સિદ્ધિવિનાયક મંદિરમાં સતત બીજી વખત પહોંચી T20 વર્લ્ડ કપ ટ્રોફી

15 March, 2026 07:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૫ વર્ષના સૂર્યકુમાર યાદવે ગઈ કાલે ૧૪ માર્ચે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પાંચ વર્ષ પૂરાં કર્યાં હતાં.

સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીરે મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી

ગઈ કાલે ટીમ ઇન્ડિયાના કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીરે મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. 2024નો વર્લ્ડ કપ જીત્યા બાદ એ સમયના વર્લ્ડ કપ ચૅમ્પિયન કૅપ્ટન રોહિત શર્મા અને BCCIના સચિવ જય શાહે પણ વર્લ્ડ કપ ટ્રોફી ગણપતિબાપ્પાનાં ચરણોમાં સમર્પિત કરી હતી. વર્લ્ડ કપ દરમ્યાન પણ ટીમ ઇન્ડિયાએ અવારનવાર બાપ્પાના આશીર્વાદ લીધા હતા.

સૂર્યાએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પાંચ વર્ષ પૂરાં કર્યાં

૩૫ વર્ષના સૂર્યકુમાર યાદવે ગઈ કાલે ૧૪ માર્ચે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પાંચ વર્ષ પૂરાં કર્યાં હતાં. તેણે ૨૦૨૧માં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામેની T20 મૅચથી ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું. તેણે ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું હતું કે ‘પાંચ વર્ષ પહેલાં એક સપનું વાસ્તવિકતામાં ફેરવાયું. ભારતની જર્સી પહેરવી એ એક એવી લાગણી છે જેને હું હજી પણ શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. ટીમ ઇન્ડિયા માટે હવે અમે નવી યાદો બનાવવા જઈ રહ્યા છીએ.’

sports sports news t20 world cup rohit sharma gautam gambhir suryakumar yadav indian cricket team siddhivinayak temple