મારા નામે ખોટી માહિતી શૅર ન કરો, હું ભારતીય T20 ટીમ માટે ખૂબ જ ખુશ છું : સૂર્યકુમાર યાદવ

08 July, 2026 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર સૂર્યકુમાર યાદવના નામે ભારતીય ટીમના વર્તમાન પ્રદર્શન પર ટૉન્ટ મારતાં અને સિલેક્ટર્સે તેનું સન્માન જાળવ્યું નથી એવાં કેટલાંક નિવેદન શૅર થયાં છે

લગ્નની ૧૦મી વર્ષગાંઠ પર પત્ની દેવિશા શેટ્ટી સાથે આ ફોટો શૅર કર્યો હતો સૂર્યાએ

ભારતના ભૂતપૂર્વ T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ગઈ કાલે સ્પેશ્યલ નિવેદન બહાર પાડ્યું હતું. સોશ્યલ મીડિયા પર સૂર્યકુમાર યાદવના નામે ભારતીય ટીમના વર્તમાન પ્રદર્શન પર ટૉન્ટ મારતાં અને સિલેક્ટર્સે તેનું સન્માન જાળવ્યું નથી એવાં કેટલાંક નિવેદન શૅર થયાં છે.

સૂર્યકુમાર યાદવે લખ્યું હતું કે ‘હું ટીમ માટે ખૂબ જ ખુશ છું અને હંમેશાં તેમને શુભકામનાઓ પાઠવું છું. હું જાણું છું કે છોકરાઓ પોતાનું સર્વસ્વ આપી રહ્યા છે અને તેમને હંમેશાં મારો સંપૂર્ણ ટેકો રહેશે. વૈભવ માટે ખાસ નોંધવું રહ્યું કે તે ખૂબ જ રોમાંચક સફરની શરૂઆત કરી શક્યો છે. દરેક ક્ષણનો આનંદ માણો અને દેશને ગૌરવ અપાવતા રહો.’

૩૫ વર્ષના સૂર્યાએ વધુમાં લખ્યું કે ‘મને ઑનલાઇન એક નિવેદન પણ મળ્યું છે જે ખોટી રીતે મારા નામ સાથે જોડવામાં આવી રહ્યું છે. હું સ્પષ્ટ કરવા માગું છું કે મેં આવું કોઈ નિવેદન આપ્યું નથી કે અેને સમર્થન આપ્યું નથી. કૃપા કરીને અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ કરશો નહીં અથવા શૅર કરશો નહીં. ભારતીય ક્રિકેટ, મારા સાથી ખેલાડીઓ અને રમત પ્રત્યેનું મારું હંમેશાંનું સમર્થન એ મારા નામ પર લગાવવામાં આવેલાં કોઈ પણ નિવેદનો કરતાં ઘણો વધારે અર્થ ધરાવશે.’‍

suryakumar yadav t20 international t20 cricket news sports news sports board of control for cricket in india