09 August, 2024 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ
ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે આગામી બુચી બાબુ મલ્ટિ-ડે ટુર્નામેન્ટમાં મુંબઈ માટે મૅચ રમવાની પુષ્ટિ કરી છે. તે ૨૭થી ૩૦ ઑગસ્ટ સુધી કોઇમ્બતુરમાં તામિલનાડુ વિરુદ્ધ મુંબઈ માટે બીજી મૅચ રમશે. આ ટુર્નામેન્ટ માટે ટેસ્ટ-સ્પેશ્યલિસ્ટ સરફરાઝ ખાનને કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. મુંબઈ ક્રિકેટ અસોસિએશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘સૂર્યકુમાર ભારત માટે ત્રણેય ફૉર્મેટ રમવા માગે છે અને જ્યારે પણ ફ્રી હોય ત્યારે મુંબઈ માટે ઉપલબ્ધ રહેશે. રણજી ટ્રોફી ઉપરાંત તે ટીમના યુવાનોને પ્રેરણા આપવા માટે બુચી બાબુ, ગોલ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં પણ રમશે.’