તિરુવનંતપુરમના ઍરપોર્ટ પર લોકલ બૉય સંજુ સૅમસનનો બૉડીગાર્ડ બન્યો કૅપ્ટન સૂર્યા

31 January, 2026 04:39 PM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

શુક્રવારે સવારે ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે તિરુવનંતપુરમમાં ટીમના આગમનમાં રમૂજનો સ્પર્શ ઉમેર્યો હતો. કેરલાની રાજધાની તિરુવનંતપુરમના ઍરપોર્ટથી બહાર આવતી વખતે સૂર્યા લોકલ બૉય સંજુ સૅમસનનો બૉડીગાર્ડ બની ગયો હતો.

તિરુવનંતપુરમના ઍરપોર્ટ પર લોકલ બૉય સંજુ સૅમસનનો બૉડીગાર્ડ બન્યો કૅપ્ટન સૂર્યા

શુક્રવારે સવારે ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે તિરુવનંતપુરમમાં ટીમના આગમનમાં રમૂજનો સ્પર્શ ઉમેર્યો હતો. કેરલાની રાજધાની તિરુવનંતપુરમના ઍરપોર્ટથી બહાર આવતી વખતે સૂર્યા લોકલ બૉય સંજુ સૅમસનનો બૉડીગાર્ડ બની ગયો હતો.
સૂર્યકુમાર યાદવ મજાકમાં ચાહકો અને સુરક્ષા-કર્મચારીઓને એક બાજુ જવા વિનંતી કરતાં કહી રહ્યો હતો, ‘કૃપા કરીને રસ્તો આપો. પરેશાન કરશો નહીં. કોઈ ફોટો પડાવવાની વિનંતી ન કરશો.’
સૂર્યાના આ વર્તનથી આસપાસના લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. ૩૧ વર્ષનો ભારતીય ઓપનર સંજુ સૅમસન હોમ ગ્રાઉન્ડથી શાનદાર ફૉર્મમાં પાછો ફરશે એવી આશા તમામ ફૅન્સ રાખી રહ્યા છે.

thiruvananthapuram suryakumar yadav sanju samson kerala cricket news sports news sports