18 September, 2026 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભારતના T20 વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન સૂર્યકુમાર યાદવે હાલમાં પોતાના ઘરે ગણપતિ બેસાડ્યા છે. તેણે પત્ની, દીકરી અને બન્ને ડૉગી સાથે ફોટો પણ શૅર કર્યા હતા. મુંબઈના વિશ્વવિખ્યાત લાલબાગચા રાજાનાં દર્શન કર્યા પછી તેણે પત્રકારો સાથે વાતચીત પણ કરી હતી.
સૂર્યાએ પત્રકારોને કહ્યું, ‘ભારતે છેલ્લા બન્ને વર્લ્ડ કપ જીત્યા એ પહેલાં કેટલાક ફૅન્સે કાગળ પર ભારતની વર્લ્ડ કપ જીતની ઇચ્છા લખીને અહીં માનતા માની હતી. અમે પણ ગયા વર્ષે દીકરીના જન્મ માટે અહીં માનતા માની હતી. મેં અને મારા પરિવારે મારા ટીમ ઇન્ડિયામાં કમબૅક માટે આશીર્વાદ લીધા છે. મહેનત કરવાનું મારા હાથમાં છે, બાકી બધું ભગવાનની ઇચ્છા.’