પાવરપ્લે પછીની ઓવર્સમાં સૂર્યકુમારની બૅટિંગ ગેમ-ચેન્જર બની શકે : અકરમ

23 October, 2021 02:45 PM IST  |  Mumbai | Agency

૨૦૧૨ અને ૨૦૧૪માં હું કેકેઆરનો મેન્ટર હતો ત્યારે મેં તેની બૅટિંગ જોઈ હતી. ત્યાર પછી તેનામાં ઘણો સુધારો આવી ગયો છે. તે ટેરિફિક પ્લેયર છે અને ખૂબ સાવચેતીથી શૉટ મારે છે.’

પાવરપ્લે પછીની ઓવર્સમાં સૂર્યકુમારની બૅટિંગ ગેમ-ચેન્જર બની શકે : અકરમ

પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન વસીમ અકરમે આવતી કાલની ભારત સામેના ટી૨૦ વર્લ્ડ કપના દિલધડક મુકાબલા પહેલાં પાકિસ્તાનની ટીમને ખૂબ મજબૂત ગણાવી હતી, પરંતુ ભારતીય ખેલાડીઓમાંથી તેણે ખાસ કરીને સૂર્યકુમાર યાદવનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘સૂર્યકુમાર યાદવ ભારત માટે ગેમ-ચેન્જર બની શકે છે. તે પાવરપ્લેની ૬ ઓવર્સ પછીની ઓવર્સમાં બાજી ભારતની તરફેણમાં લાવી શકે એમ છે. મેં તેના શૉટ્સ જોયા છે. ૨૦૧૨ અને ૨૦૧૪માં હું કેકેઆરનો મેન્ટર હતો ત્યારે મેં તેની બૅટિંગ જોઈ હતી. ત્યાર પછી તેનામાં ઘણો સુધારો આવી ગયો છે. તે ટેરિફિક પ્લેયર છે અને ખૂબ સાવચેતીથી શૉટ મારે છે.’

cricket news sports news sports