12 December, 2025 01:46 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
આજથી પુણેમાં T20 ફૉર્મેટની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025નો સુપર લીગ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. સુપર લીગ રાઉન્ડ માટે ગ્રુપ Aમાં મુંબઈ, હૈદરાબાદ, હરિયાણા, રાજસ્થાન જ્યારે ગ્રુપ Bમાં આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, ઝારખંડ ક્વૉલિફાય થયાં છે. ફાઇનલ સુધી પહોંચવા માટે દરેક ટીમે પોતાના સુપર લીગ ગ્રુપમાં ૩ ટીમ સામેની અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડશે.
ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈની ટીમ આજે હૈદરાબાદ, ૧૪ ડિસેમ્બરે હરિયાણા અને ૧૬ ડિસેમ્બરે રાજસ્થાન સામે ટકરાશે. બન્ને ગ્રુપની નંબર વન ટીમ ૧૮ ડિસેમ્બરે ફાઇનલ મૅચ રમશે. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં આયોજિત ગ્લોબલ ડૉક્ટર્સ કૉન્ફરન્સને કારણે હોટેલના રૂમની અછત ઊભી થતાં નૉકઆઉટ મૅચ મહારાષ્ટ્રના પુણેમાં શિફ્ટ કરવામાં આવી છે.