ઓમાનનો કચ્ચરઘાણ કાઢીને સુપર-ફોરમાં પોતાનું સ્થાન મજબૂત કરવા ઊતરશે ભારત

19 September, 2025 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મહત્ત્વપૂર્ણ મૅચ જીતીને ભારતીય ટીમ ફાઇનલ પર નજર રાખી રહી છે.

ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, ઓમાનનો કૅપ્ટન જતીન્દર સિંહ.

T20 એશિયા કપ 2025માં ભારતની અંતિમ ટક્કર આજે અબુ ધાબીમાં રાતે ૮ વાગ્યે ઓમાન સામે થશે. T20 એશિયા કપની નવોદિત ટીમ ઓમાન પોતાની પહેલી જીત સાથે અભિયાન સમાપ્ત કરવા ઇચ્છે છે, જ્યારે ભારત આ મૅચ જીતીને સુપર ફોર રાઉન્ડમાં પોતાનું સ્થાન મજબૂત કરશે.

રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મહત્ત્વપૂર્ણ મૅચ જીતીને ભારતીય ટીમ ફાઇનલ પર નજર રાખી રહી છે. બન્ને ટીમ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ક્યારેય સામસામે રમી નથી. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટની વર્તમાન સીઝનમાં નથી હારી, જ્યારે ઓમાન પહેલી જીતની શોધમાં છે.

sports news sports t20 asia cup 2025 asia cup indian cricket team oman suryakumar yadav cricket news