ક્રિસ ગેઇલ, યુસેન બોલ્ટ બાદ આગામી T20 વર્લ્ડ કપ માટે યુવરાજ સિંહ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર

27 April, 2024 08:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુવરાજ સિંહના મતે આવતા T20 વર્લ્ડ કપમાં ભારત, ઑસ્ટ્રેલિયા, હાલનું ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન સેમી ફાઇનલમાં પ્રવેશ કરી શકે છે

યુવરાજ સિંહ

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ૧થી ૨૯ જૂન દરમ્યાન વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં રમાનારા આગામી T20 વર્લ્ડ કપ માટે કૅરિબિયન જાયન્ટ ક્રિસ ગેઇલ અને લેજન્ડ રનર યુસેન બોલ્ટ બાદ ભારતીય ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહને બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બનાવ્યો છે. હવે યુવરાજ સિંહ T20 વર્લ્ડ કપ પહેલાં અને એ દરમ્યાન અમેરિકામાં યોજાનારી અનેક પ્રમોશનલ ઇવેન્ટમાં ભાગ લેશે.

મારા માટે આ ગૌરવની વાત છે એમ જણાવીને યુવરાજ સિંહે આ બહુમાન વિશે કહ્યું કે ‘T20 વર્લ્ડ કપ સાથે મારા કરીઅરની ખાસ યાદગીરી જોડાયેલી છે, જેમાં પહેલી એડિશનમાં મેં એક ઓવરમાં ૬ સિક્સર ફટકારી હતી એ પણ સામેલ છે. આની સાથે આ ટુર્નામેન્ટ સાથે જોડાવું પણ મારા માટે ગૌરવની વાત છે.’

T20 વર્લ્ડ કપમાં સેમી ફાઇનલ માટે યુવીની પસંદ

યુવરાજ સિંહના મતે આવતા T20 વર્લ્ડ કપમાં ભારત, ઑસ્ટ્રેલિયા, હાલનું ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન સેમી ફાઇનલમાં પ્રવેશ કરી શકે છે. T20 વર્લ્ડ કપમાં તારા જેવી ૬ બૉલમાં ૬ સિક્સરની કમાલ કોણ કરી શકે? એના જવાબમાં યુવીએ હાર્દિક પંડ્યાનું નામ લીધું હતું.

yuvraj singh international cricket council t20 world cup united states of america cricket news sports sports news