કોલંબોના સ્ટેડિયમમાં પૅરાગ્લાઇડિંગ કરીને લૅન્ડ થઈ T20 વર્લ્ડ કપની ટ્રોફી

24 January, 2026 04:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી-ટૂર હાલમાં સહ-યજમાન દેશ શ્રીલંકામાં ચાલી રહી છે. શ્રીલંકા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પહેલી વન-ડે મૅચ દરમ્યાન ગુરુવારે T20 વર્લ્ડ કપની ટ્રોફી અનોખા અંદાજમાં કોલંબોના સ્ટેડિયમમાં લૅન્ડ થઈ હતી.

કોલંબોના સ્ટેડિયમમાં પૅરાગ્લાઇડિંગ કરીને લૅન્ડ થઈ T20 વર્લ્ડ કપની ટ્રોફી

T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી-ટૂર હાલમાં સહ-યજમાન દેશ શ્રીલંકામાં ચાલી રહી છે. શ્રીલંકા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પહેલી વન-ડે મૅચ દરમ્યાન ગુરુવારે T20 વર્લ્ડ કપની ટ્રોફી અનોખા અંદાજમાં કોલંબોના સ્ટેડિયમમાં લૅન્ડ થઈ હતી. શ્રીલંકન ઍૅરફોર્સની મદદથી પૅરાગ્લાઇડિંગ કરીને આ આઇકૉનિક ટ્રોફી સ્ટેડિયમમાં પહોંચી હતી. મૅચ પહેલાં બન્ને ટીમના પ્લેયર્સ અને ફૅન્સ આ દૃશ્યો જોઈને રોમાંચિત થયા હતા.

આજે શ્રીલંકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે ૩ મૅચની સિરીઝની બીજી મૅચ રમાશે. પહેલી વન-ડેમાં શ્રીલંકાના ૨૭૧/૬ના સ્કોર સામે મહેમાન ટીમ ૪૯.૨ ઓવરમાં ૨૫૨ રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા પાસે આજે સતત બીજી વન-ડે મૅચ જીતીને સિરીઝ પોતાના કબજામાં કરવાની તક છે. 

t20 world cup colombo sri lanka cricket news sports news