અફઘાનીઓ સામેની સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની દિલ્હીમાં તૈયારી શરૂ

12 September, 2026 03:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ફિટ જાહેર થયેલા જસપ્રીત બુમરાહ, નીતીશ કુમાર રેડ્ડી અને દુલીપ ટ્રોફી ફાઇનલ માટે ચેન્નઈમાં રહેલા વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન અને તિલક વર્મા ટીમ સાથે થોડા મોડેથી જોડાયા છે. 

પ્રૅક્ટિસ-સેશનમાં બ્રેક દરમ્યાન ગપસપ કરતા અભિષેક શર્મા અને સંજુ સૅમસન.

૧૩ સપ્ટેમ્બરથી શરૂ થતી અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ માટે હેડ કોચ ગૌતમ ગંભીરની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ પ્રૅક્ટિસ શરૂ કરી છે. કૅપ્ટન શ્રેયસ ઐયર, સંજુ સૅમસન, અભિષેક શર્મા, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ સહિતના ૧૦ ખેલાડીઓ પ્રૅક્ટિસ-સેશનમાં જોડાયા હતા. હાલમાં જ ફિટ થયેલા વૉશિગ્ટન સુંદરે પણ મેદાન પર પરસેવો પાડ્યો હતો. 
ફિટ જાહેર થયેલા જસપ્રીત બુમરાહ, નીતીશ કુમાર રેડ્ડી અને દુલીપ ટ્રોફી ફાઇનલ માટે ચેન્નઈમાં રહેલા વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન અને તિલક વર્મા ટીમ સાથે થોડા મોડેથી જોડાયા છે. 

મૅચ મુલતવી રાખવાની વિનંતી કરી હતી દિલ્હી ટ્રાફિક પોલીસે
દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશન (DDCA)ને હાલમાં દિલ્હી ટ્રાફિક પોલીસે ૧૩ સપ્ટેમ્બરની પહેલી મૅચ મુલતવી રાખવાની વિનંતી કરી હતી. કારણે કે ભારત ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે રાજધાની દિલ્હીમાં બ્રિક્સ (BRICS) સમિટનું આયોજન કરી રહ્યું છે. જોકે DDCAએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખીને સ્પષ્ટતા કરી કે ‘દિલ્હી ટ્રાફિક પોલીસ સાથેની બેઠક પછી DDCAને તમામ જરૂરી સહયોગ અને વ્યવસ્થાઓની ખાતરી આપવામાં આવી છે. મૅચ મુલતવી રાખવામાં આવશે નહીં.’ 
૧૫ અને ૧૭ સપ્ટેમ્બરે બાકીની બે T20 મૅચ પણ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.  

afghanistan gautam gambhir tilak varma sports news cricket news sports axar patel arshdeep singh team india new delhi