અંદરોઅંદર મૅચ રમીને પ્રૅક્ટિસ કરી ભારતીય ટીમે

12 June, 2021 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમ આ ટેસ્ટના મહાજંગ માટે તૈયાર થવા માટે કોઈ કસર બાકી નથી રાખવા માગતી

ભારતીય ટીમ

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલની આડે હવે માત્ર સાત દિવસનો સમય બાકી રહ્યો છે. ભારતીય ટીમને ત્રણેક દિવસના આઇસોલેશન બાદ નાનાં-નાનાં ગ્રુપ બાદ હવે એક આખી ટીમને એકસાથે પ્રૅક્ટિસ કરવાની છૂટ મળી છે. આ માહોલમાં ભારતીય ટીમ માટે ઇંગ્લૅન્ડ-એ, બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન કે બીજી કોઈ ટીમ સાથે મૅચ- પ્રૅક્ટિસનું આયોજન કરવાનું શક્ય ન હોવાથી ભારતીય ટીમે અંદરોઅંદર જ બે ટીમ બનાવીને ગઈ કાલે પ્રૅક્ટિસ કરી હતી. ભારતીય ટીમ આ ટેસ્ટના મહાજંગ માટે તૈયાર થવા માટે કોઈ કસર બાકી નથી રાખવા માગતી. આ પ પ્રૅક્ટિસ મૅચના અમુક ફોટો અને વિડિયો ભારતીય ક્રિકેટ બોર્ડે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા.

હરીફ ટીમ ન્યુ ઝીલૅન્ડ હાલમાં ઇંગ્લૅન્ડ સામે બીજી અને છેલ્લી ટેસ્ટ રમવામાં વ્યસ્ત છે.

sports sports news cricket news india test cricket