06 January, 2025 08:12 PM IST | Sydney | Gujarati Mid-day Online Correspondent
ટીમ ઇન્ડિયા અટવાઈ ઑસ્ટ્રેલિયામાં
ભારતીય ક્રિકેટ ટીમ અને ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ (Australian Cricket Team) વચ્ચે 5 મેચની બૉર્ડર ગાવસ્કર ટ્રૉફી 2024-25 હવે સમાપ્ત થઈ ગઈ છે. ભારતીય ટીમને આ સીરિઝમાં 1-3થી હારનો સામનો કરવો પડ્યો. સીરિઝની છેલ્લી ટેસ્ટ સિડનીમાં રમવામાં આવી. આ મેચ 2 દિવસ પહેલા જ પૂરી થઈ ગઈ હતી. એવામાં સમાચાર આવી રહ્યા છે કે ભારતીય ટીમ હવે સિડનીમાં ફસાઈ ગઈ છે.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી (Border Gavaskar Trophy) હવે પૂરી થઈ ગઈ છે. સીરિઝની છેલ્લી ટેસ્ટ સિડનીમાં (Sydney) રમવામાં આવી. આ મેચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી માત આપી. આની સાથે જ કાંગારૂ ટીમે સીરિઝ પર 3-1થી કબજો મેળવ્યો.
ભારતીય ટીમને બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં 10 વર્ષ પછી હાર મળી. સિડનીમાં રમવામાં આવેલી છેલ્લી ટેસ્ટ 3 દિવસમાં જ પૂરી થઈ ગઈ. આ દરમિયાન માહિતી આવી રહી છે કે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ઑસ્ટ્રેલિયામાં (Australia) ફસાઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાને (Team India) હજી પણ ભારત પાછા આવવાની ટિકિટ મળી નથી.
શું છે આખી ઘટના
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડની ટેસ્ટ 2 દિવસ પહેલા જ પૂરી થઈ ગઈ.
એવામાં રોહિત શર્મા એન્ડ કંપનીને હજી પણ ઑસ્ટ્રેલિયામાં જ રોકાવું પડશે.
સિડની ટેસ્ટ 7 જાન્યુઆરી સુધી રમાવાની હતી.
એવામાં ભારતીય ટીમ 7 જાન્યુઆરી સુધી ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર હતી.
હવે ભારતીય ટીમને ભારત પાછા ફરવા માટે ટિકિટ મળવામાં મોડું થઈ રહ્યું છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફની ટિકિટની વ્યવસ્થામાં લાગેલું છે.
કરવામાં આવી રહી છે ટિકિટની વ્યવસ્થા
એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, હાલમાં ભારતીય ટીમ માટે ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રોહિત શર્મા અને કંપની 8 જાન્યુઆરીએ ભારત જવાના હતા. હવે સિડની ટેસ્ટ 2 દિવસ પહેલા સમાપ્ત થઈ ગઈ છે, તેથી જો તેમની ટિકિટની વ્યવસ્થા કરવામાં આવે તો કેટલાક ખેલાડીઓ ટૂંક સમયમાં ભારત પરત આવી શકે છે.
પહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી પર્થમાં
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ પર્થમાં રમાઈ હતી. આ પછી ભારતીય ટીમ વોર્મ-અપ મેચ રમવા માટે કેનબેરા ગઈ હતી. સિરીઝની બીજી ટેસ્ટ એડિલેડમાં, ત્રીજી બ્રિસ્બેનમાં અને ચોથી મેલબોર્નમાં રમાઈ હતી. સિરીઝની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ હતી. ભારતીય ટીમે સિરીઝ દરમિયાન સમગ્ર ખંડમાં કુલ 7700 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું.
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝનું પરિણામ
પ્રથમ ટેસ્ટઃ ભારત 295 રનથી જીત્યું.
બીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા 10 વિકેટે જીત્યું.
ત્રીજી ટેસ્ટ: ડ્રોમાં સમાપ્ત થઈ.
ચોથી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા 184 રનથી જીત્યું.
પાંચમી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા 6 વિકેટે જીત્યું.