01 July, 2025 07:00 AM IST | London | Gujarati Mid-day Correspondent
ભારતીય પ્લેયરો ઇંગ્લૅન્ડના રસ્તાઓ પર મોજમસ્તી કરવાનું નથી ચૂક્યા.
હેડિંગ્લી ટેસ્ટ-મૅચમાં ઇંગ્લૅન્ડ સામે મળેલી હાર બાદ ભારતીય ટીમે બીજી મૅચ માટે બર્મિગહૅમ પહોંચીને થોડા દિવસના આરામ બાદ પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. જોકે પ્રૅક્ટિસ-સેશન બાદ ભારતીય પ્લેયરો ઇંગ્લૅન્ડના રસ્તાઓ પર મોજમસ્તી કરવાનું નથી ચૂક્યા.
રિષભ પંત પોતાની ફૅમિલી સાથે સમય પસાર કરતો જોવા મળ્યો હતો. ઓપનર યશસ્વી જાયસવાલ અને ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી પોતાની પંચ મારવાની ક્ષમતાની ગેમમાં સ્પર્ધા કરતા જોવા મળ્યા હતા. કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાની સ્પિન જોડીએ સાથી પ્લેયરો સાથે કૅફે અને મૉલ એક્સપ્લોર કર્યાં હતાં. ફાસ્ટ બોલરો અર્શદીપ સિંહ અને આકાશ દીપનો બોલિંગકોચ મૉર્ને મૉર્કલ સાથે મેદાન પર સૂઈને ગમ્મત કરતો વિડિયો પર સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.