27 March, 2026 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માત્ર ઑસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝ રમાશે
ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ૨૦૨૬-’૨૭ માટે ટીમ ઇન્ડિયાની સિનિયર મેન્સ ટીમની ઇન્ટરનૅશનલ હોમ સીઝનનું શેડ્યુલ જાહેર કર્યું. શેડ્યુલમાં ૪ મુલાકાતી દેશો સામે વ્યાપક મલ્ટિ-ફૉર્મેટ લાઇનઅપનો સમાવેશ થાય છે. ૧૭ શહેરોમાં કુલ બાવીસ ઇન્ટરનૅશનલ મૅચ રમાશે. એનાથી દેશભરના ક્રિકેટચાહકોને આ મૅચોને લાઇવ જોવાની પૂરતી તક મળશે. આ સીઝન દરમ્યાન ભારત વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામે વાઇટ-બૉલ સિરીઝ રમશે. માત્ર ઑસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝ રમાશે.
વેસ્ટ ઇન્ડીઝ સામે ૩ વન-ડે : ૨૭ સપ્ટેમ્બરથી ૩ ઑક્ટોબર - તિરુવનંતપુરમ, ગુવાહાટી, ન્યુ ચંડીગઢ
વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ T20 : ૬થી ૧૭ ઑક્ટોબર - લખનઉ, રાંચી, ઇન્દોર, હૈદરાબાદ, બૅન્ગલોર
શ્રીલંકા સામે ૩ વન-ડે : ૧૩થી ૧૯ ડિસેમ્બર - દિલ્હી, બૅન્ગલોર, અમદાવાદ
શ્રીલંકા સામે ૩ T20 : બાવીસથી ૨૭ ડિસેમ્બર - રાજકોટ, કટક, પુણે
ઝિમ્બાબ્વે સામે ૩ વન-ડે : ૩થી ૯ જાન્યુઆરી - કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ
ઑસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ-મૅચ : ૨૧ જાન્યુઆરીથી ૩ માર્ચ - નાગપુર, ચેન્નઈ, ગુવાહાટી, રાંચી, અમદાવાદ