14 October, 2026 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણજી ટ્રોફી
૪૨ વખતની રણજી ટ્રોફી ચૅમ્પિયન ટીમ મુંબઈએ નવી રણજી ટ્રોફી સીઝનમાં વિજયી શરૂઆત કરી છે. વાનખેડે સ્ટેડિયમમાં ત્રીજા દિવસની રમત દરમ્યાન યજમાન મુંબઈએ ચંડીગઢ સામે એક ઇનિંગ્સ અને ૧૫૫ રને જીત નોંધાવી હતી. પહેલી ઇનિંગ્સમાં મુંબઈએ ત્રણ ફિફ્ટી પ્લસના સ્કોરની મદદથી ૪૨૯ રન ખડક્યા હતા. ૭૮ રને ઢેર થનાર ચંડીગઢને ફૉલો-ઑન મળ્યું પછી બીજી ઇનિંગ્સમાં એ ૫૨.૧ ઓવરમાં ૧૯૬ રને ઑલઆઉટ થયું હતું.
ત્રીજા દિવસે મહેમાન ટીમે બીજી ઓવરમાં ૦-૧ના સ્કોરથી બીજી ઇનિંગ્સને આગળ વધારી હતી. ૨૬.૪ ઓવરમાં ૧૦૯ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવનાર ચંડીગઢ માટે અર્જુન આઝાદે ૭૧ બૉલમાં ૬૨ રન અને શિવમ ભામ્બરીએ ૭૬ બૉલમાં ૪૪ રન કર્યા હતા.
બીજી ઇનિંગ્સમાં સ્પિનર્સ તનુષ કોટિયન અને શમ્સ મુલાનીએ ૩-૩ વિકેટ લીધી હતી. પહેલી ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનાર ફાસ્ટ બોલર તપષાર દેશપાંડેને બે વિકેટ મળી હતી.