29 December, 2025 10:28 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent
પિચ ક્યુરેટર મૅટ પેજ
મેલબર્ન ટેસ્ટ-મૅચ બે દિવસમાં સમાપ્ત થયા બાદ આ ગ્રાઉન્ડના પિચ ક્યુરેટરે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પિચ ક્યુરેટર મૅટ પેજે કહ્યું હતું કે ‘એક જ દિવસમાં ૨૦ વિકેટ પછી હું આઘાતમાં હતો. હું ક્યારેય આવી ટેસ્ટ-મૅચમાં સામેલ થયો નથી અને મને આશા છે કે હું ફરી બે દિવસમાં સમાપ્ત થઈ ટેસ્ટ-મૅચનો ભાગ નહીં બનીશ.’
તેણે વધુમાં કહ્યું હતું કે ‘અમે એક ટેસ્ટ-મૅચ આપી જે રોમાંચક હતી, પરંતુ એ લાંબા સમય સુધી ચાલી નહોતી અને અમે એની જવાબદારી લઈશું. અમે એમાંથી શીખીશું, અમે આગળ વધીશું અને ખાતરી કરીશું કે અમે આગામી ઍશિઝ માટે યોગ્ય પિચ બનાવી શકીએ.’
મેલબર્ન ટેસ્ટ-મૅચમાં બે દિવસમાં ૩૬ વિકેટ પડી હતી.
પર્થ અને મેલબર્ન ટેસ્ટ-મૅચ બે દિવસમાં સમાપ્ત થવાને કારણે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાને આટલા કરોડથી વધુનું નુકસાન થયું છે.