ઇંગ્લૅન્ડને ઝાટકો, આર્ચર ઍશિઝ સિરીઝની બાકીની ટેસ્ટમાંથી આઉટ

25 December, 2025 09:07 AM IST  |  Adelaide | Gujarati Mid-day Correspondent

આર્ચરના સ્થાને ઇંગ્લૅન્ડે આવતી કાલથી શરૂ થતી ચોથી ટેસ્ટ માટેની પ્લેઇંગ ઇલેવનમાં ગસ ઍટકિન્સનનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કર્યો હતો.

આર્ચર

ઑસ્ટ્રેલિયા સામેની ઍશિઝ સિરીઝની પ્રથમ ત્રણેય ટેસ્ટમાં નામોશીભરી હાર સાથે સિરીઝ ગુમાવ્યા બાદ બાકીની બન્ને ટેસ્ટમાં કમબૅક કરીને ફાઇટ આપવા તત્પર ઇંગ્લૅન્ડને એક મોટો ઝાટકો લાગ્યો છે. એનો મુખ્ય પેસ બોલર જોફ્રા આર્ચર ઇન્જરીને લીધે બાકીની બન્ને ટેસ્ટમાં નહીં રમી શકે. ૩૦ વર્ષના આર્ચરે ચારેક વર્ષ જાતજાતની ઇન્જરીઓથી પીડાયા બાદ થોડા સમય પહેલાં ભારત સામેની ટેસ્ટ-સિરીઝમાં મજબૂત કમબૅક કર્યું હતું. આર્ચરે આ સિરીઝની ૩ ટેસ્ટમાં કુલ ૯ વિકેટ લીધી હતી.

આર્ચરના સ્થાને ઇંગ્લૅન્ડે આવતી કાલથી શરૂ થતી ચોથી ટેસ્ટ માટેની પ્લેઇંગ ઇલેવનમાં ગસ ઍટકિન્સનનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કર્યો હતો.  

આ ઉપરાંત ઇંગ્લૅન્ડે આઉટ ઑફ ફૉર્મ ઑલી પૉપને ડ્રૉપ કરીને જેકબ બેથલને મોકો આપ્યો છે. જ્યારે બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચેના ૯ દિવસના અંતરાલમાં ખૂબબધો દારૂ પીવાનાં ફુટેજ વિશે તપાસ શરૂ થઈ હોવા છતાં ઓપનર બેન ડકેટને ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. 

ashes test series england australia cricket news sports sports news