ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ‘પાંચમી’ ટેસ્ટ જુલાઈમાં રમાશે

23 October, 2021 03:00 PM IST  |  Mumbai | Agency

આ મૅચ અગાઉ મૅન્ચેસ્ટરમાં રમાવાની હતી, પણ હવે જુલાઈમાં એ બન્ને દેશ વચ્ચે નિર્ધારિત થયેલી ટી૨૦ સિરીઝના ૬ દિવસ પાછળ ધકેલવામાં આવી છે અને આ ચર્ચાસ્પદ ‘પાંચમી’ ટેસ્ટને ગોઠવી દેવામાં આવી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

ગયા મહિને કોવિડની મહામારીના કારણસર અને ખાસ કરીને ભારતીય ટીમમાં કોરોના-પૉઝિટિવના કેસ બનતાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ-સિરીઝની જે પાંચમી ટેસ્ટ મુલતવી જાહેર કરવામાં આવી હતી એ આવતા જુલાઈ મહિનામાં એજબેસ્ટનમાં રમાશે. આ મૅચ અગાઉ મૅન્ચેસ્ટરમાં રમાવાની હતી, પણ હવે જુલાઈમાં એ બન્ને દેશ વચ્ચે નિર્ધારિત થયેલી ટી૨૦ સિરીઝના ૬ દિવસ પાછળ ધકેલવામાં આવી છે અને આ ચર્ચાસ્પદ ‘પાંચમી’ ટેસ્ટને ગોઠવી દેવામાં આવી છે. આ ટેસ્ટ પહેલી જુલાઈએ શરૂ થશે. આ સિરીઝમાં ચાર ટેસ્ટ રમાઈ ચૂકી છે અને ભારત ૨-૧થી આગળ છે.
ટેસ્ટ પૂરી થયા બાદ ૭, ૯, ૧૦ જુલાઈએ ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ ટી૨૦ મૅચ રમાશે અને ત્યાર બાદ ૧૨, ૧૪ તથા ૧૭ જુલાઈએ વન-ડે મૅચ રમાશે. ૧૭ જુલાઈએ અંતિમ વન-ડે મૅન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાશે. ઓલ્ડ ટ્રેફર્ડની પાંચમી મોકૂફ રખાયેલી ટેસ્ટ માટે જેમણે ટિકિટ ખરીદી હોય તેઓ રીફન્ડ લઈ શકશે અથવા ૧૭ જુલાઈએ રમાનારી વન-ડે જોઈ શકશે.

england india sports news sports